LIVE મેચમાં રડતા બાળક તિરંગો લઈ મેદાનમાં પહોંચ્યો, પોલીસે જમીન પર પટક્યોતો રોહિત શર્મા બચાવવા દોડ્યો

|

Nov 06, 2022 | 11:23 PM

રોહિત શર્મા જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે એક બાળક હાથમાં તિરંગો લઈને મેદાનમાં ઘુસી ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ રોહિતના આ ફેનને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

LIVE મેચમાં રડતા બાળક તિરંગો લઈ મેદાનમાં પહોંચ્યો, પોલીસે જમીન પર પટક્યોતો રોહિત શર્મા બચાવવા દોડ્યો
રોહિત શર્મા બાળકને માટે સામે દોડી ગયો હતો

Follow us on

ભારતે ઝિમ્બાબ્વેને હરાવીને T20 વર્લ્ડ કપ ની સેમિફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ઝિમ્બાબ્વેને 71 રનના વિશાળ અંતરથી હરાવ્યું અને આ મોટી જીત સાથે ભારત પાકિસ્તાનને પછાડીને ગ્રુપ 2માં પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું. ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ ટાર્ગેટનો પીછો કરી રહી હતી, આ દરમિયાન એક બાળકને કારણે મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી.

વાસ્તવમાં મેચ દરમિયાન એક બાળક હાથમાં તિરંગો લઈને મેદાનમાં ઘુસ્યો અને રોહિત શર્મા પાસે પહોંચીને રડવા લાગ્યો. બાળકને રોકવા માટે પોલીસ અને સિક્યુરિટી પણ તેની પાછળ દોડી હતી અને એક પોલીસ અધિકારીએ બાળકને જોરથી નીચે પાડીને પકડી લીધો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોહિત બાળકને બચાવવા દોડ્યો

બાળક સાથે આટલી કડકાઈ જોઈને રોહિત સહિત બાકીના ભારતીય ખેલાડીઓ પોતાને રોકી શક્યા નહીં. રોહિત દોડતો ઓફિસરો પાસે આવ્યો અને બાળકને આરામથી લઈ જવા ઈશારો કર્યો. આ પછી પોલીસ બાળકને સ્ટેડિયમની બહાર લઈ ગઈ.

ફટકારાયો મસમોટો દંડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયાએ તે બાળક પર ભારે દંડ પણ લગાવ્યો છે. દંડની રકમ સાંભળ્યા પછી, સોશિયલ મીડિયા પર યુઝર્સે ત્યાં સુધી કહ્યું કે આ બાળક આટલી રકમ કેવી રીતે આપશે. રિપોર્ટ્સ અનુસાર, બાળકને મેદાનમાં ઘૂસવા બદલ 6.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

 

રોહિત શર્માનુ બેટ મેચમાં ફ્લોપ રહ્યુ

મેચની વાત કરીએ તો ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યકુમારે 25 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચમાં રોહિત ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 15 રન બનાવી શક્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી રેયાન બર્લે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. ભારતીય સ્ટાર આર અશ્વિને 22 રનમાં 3 વિકેટ લીધી હતી. ભારતે 71 રને મેચમાં વિજય મેળવ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમે 18 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. આ જીત બાદ એ નક્કી થઈ ગયું છે કે સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.

Published On - 11:18 pm, Sun, 6 November 22

Next Article