AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુઅર જી નમસ્તે…! રબાડાની હિન્દીએ પેટ પકડાવીને હસાવ્યા, ગર્લફ્રેન્ડના પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવા જતા બોલી ગયો આમ-Video

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા (Kagiso Rabada) નો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફેન્સને બતાવી રહ્યો છે કે કેવી રીતે છોકરીના માતા-પિતાને મનાવવા.

સુઅર જી નમસ્તે...! રબાડાની હિન્દીએ પેટ પકડાવીને હસાવ્યા, ગર્લફ્રેન્ડના પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવા જતા બોલી ગયો આમ-Video
Kagiso Rabada નો આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 8:41 PM
Share

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા (Kagiso Rabada) IPL માં લાંબો સમય વિતાવ્યા બાદ ભારતની સંસ્કૃતિ અને હિન્દીથી સારી રીતે વાકેફ થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા પહોંચેલા રબાડાએ હવે ફેન્સને કહ્યું કે, જો કોઈની ગર્લફ્રેન્ડ ભારતની હોય તો તેના માતા-પિતા સાથે કેવી રીતે વાત કરવી. સોશિયલ મીડિયા ઈન્ફલ્યૂએન્સર કરિશ્મા સાથે રબાડાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રબાડાએ બતાવ્યુ કે ગર્લફ્રેન્ડના કેવી રીતે મનાવવા

કરિશ્માએ વીડિયો શેર કર્યો છે, જેમાં રબાડા ખૂબ જ ખોટી રીતે હિન્દી બોલતો જોવા મળ્યો હતો, જેના કારણે ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કરિશ્માએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, હાઉ ટૂ નોટ ઈમ્પ્રેસ દેશી ગર્લફ્રેન્ડ્સ પેરેન્ટ્સ એટલે કે તમારી ગર્લફ્રેન્ડના પેરેન્ટ્સને કેવી રીતે ઇમ્પ્રેસ કરવું. વિડિયોમાં, તે પોતાની થનારી સાસુ સાથે કલ્પનાત્મક રીતે વાત કરે છે. જેમાં તે એકવાર ‘ધન્ય હો ગયા હૂં’ ને ‘ધનિયા’ કહીને બોલે છે. તે જ સમયે, જ્યારે તે છોકરીના પિતા સાથે વાત કરે છે, ત્યારે તે ‘નમસ્તે સસુર જી’ ને ‘નમસ્તે સૂઅર જી’ કહે છે. આ પછી હું માફી માંગુ છું ના સ્થાને કહે છે ‘ચૂમ્મા ચાહતા હું. કરિશ્મા તેને શીખવતી જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by RJ Karishma (@rjkarishma)

ચાહકોને આ વીડિયો પસંદ આવ્યો

ચાહકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો અને તેઓએ તેને ઘણો શેર કર્યો. રબાડાનો સાથી ખેલાડી શિખર ધવન પણ વીડિયો પર ટિપ્પણી કરનારાઓમાં સામેલ હતો. કોમેન્ટ કરતી વખતે ધવને હસતું ઇમોજી બનાવ્યું હતું. ધવન અને રબાડા દિલ્હી કેપિટલ્સમાં સાથે હતા, ત્યાર બાદ હવે તે પંજાબ કિંગ્સની ટીમમાં સાથે છે.

દક્ષિણ આફ્રિકા ખરાબ પ્રદર્શનથી પરેશાન નથી

દક્ષિણ આફ્રિકાની ટીમ આ વખતે પોતાના દાગને ભૂંસી નાખવા માંગશે. કેપ્ટન ટેમ્બા બાવુમાનું માનવું છે કે ચાહકો ટી-20 વર્લ્ડ કપમાં તેની ટીમ પાસેથી વધુ અપેક્ષાઓ નથી રાખતા. પરંતુ તાજેતરના સમયમાં તેના ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમમાં નિરાશાનું વાતાવરણ નથી. ભારત પ્રવાસ દરમિયાન મર્યાદિત ઓવરની શ્રેણીઓમાં હારનો સહવાા બાદ અહીં પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમ મુખ્ય ખેલાડીઓની ઈજાઓને લઈ પરેશાન છે.

જેમ કે રાસી વાન ડેર ડ્યુસેન અને ડ્વેન પ્રિટોરિયસ જેવા અંતિમ ઈલેવન માટે નિશ્ચિત ખેલાડીઓની પણ સેવા ટીમને નહીં મળી શકે. કેપ્ટન બાવુમા પોતે પણ ફોર્મ પરત મેળવવામાં નિષ્ફળ ગયો છે અને કોણીની ઈજામાંથી પરત ફર્યા બાદ દબાણમાં છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">