T20 World Cup: ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો સેમિફાઇનલ મેચમાં કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી હતી, આ હતુ કારણ

|

Nov 11, 2021 | 8:44 AM

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) ની ટીમોએ પણ મેચની શરૂઆત પહેલા એક મિનિટનું મૌન પાળ્યું હતું અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ તેમની સાથે હતો.

T20 World Cup: ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો સેમિફાઇનલ મેચમાં કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી હતી, આ હતુ કારણ
Daryl Mitchell-Eoin Morgan

Follow us on

ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021) ની પ્રથમ સેમિફાઇનલ મેચ બુધવારે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (England vs New Zealand) ની ટીમો વચ્ચે રમાઇ હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. મેચ પહેલા જ્યારે બંને ટીમના ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યા ત્યારે તેમના હાથ પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવી હતી.

અબુ ધાબી સ્ટેડિયમના પીચ ક્યુરેટર મોહન સિંહ (Mohan Singh) ને શ્રદ્ધાંજલિ આપવા માટે બંને ટીમોએ આ કાળી પટ્ટી બાંધી હતી. ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા મોહનનું મૃત્યુ થયું હતું.

જો કે હજુ સુધી મોહન સિંહના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. મોહન મોહાલીના રહેવાસી હતા. તેના પરિવારના સભ્યો અને ગ્રાઉન્ડ સ્ટાફની મંજૂરી મળ્યા બાદ જ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન મેચ રમાઇ હતી. પોલીસ તેમના મૃત્યુની તપાસ કરી રહી છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ પણ સેમીફાઈનલ મેચની શરૂઆત પહેલા એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમના સભ્યો અને ત્યાં હાજર દર્શકોએ પણ તેમાં ભાગ લીધો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અબુ ધાબી ક્રિકેટે નિવેદન જાહેર કર્યુ હતુ

ICC અને અબુ ધાબી ક્રિકેટે પણ મોહન સિંહના નિધન પર નિવેદન જારી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નિવેદનમાં લખવામાં આવ્યું હતુછે કે, અબુ ધાબી ક્રિકેટને ખૂબ જ દુઃખ સાથે જાહેરાત કરવી પડે છે કે ચીફ ક્યુરેટર મોહન સિંહનું નિધન થયું છે. મોહન 15 વર્ષ સુધી અબુ ધાબી ક્રિકેટ સાથે હતો અને આ દરમિયાન તેણે મેદાનની સંભાળ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આગળ લખ્યુ હતુ, રવિવારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેના કાર્યક્રમ મુજબ મોહનના પરિવાર અને ગ્રાઉન્ડ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહનને શ્રદ્ધાંજલિ. તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. અમે મીડિયાને અપીલ કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારની ગોપનીયતાનું સન્માન કરો.

 

આવી રહી મેચ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ અણનમ 51 અને ડેવિડ મલાને 41 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે આ લક્ષ્યાંક 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ માટે ડાર્લી મિશેલે 47 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 72 રન બનાવ્યા હતા. તેના સિવાય ડેવોન કોનવેએ 38 બોલમાં 46 રન બનાવ્યા હતા.

નીશમે 11 બોલમાં 27 રન ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચ જીતીને ન્યુઝીલેન્ડે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ફાઇનલમાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચના વિજેતા સાથે થશે.

 

 

આ પણ વાંચોઃ World Boxing Championship: મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ સ્થગિત કરી દેવાઇ કોવિડ-19 ની પરીસ્થિતીને લઇ આયોજન રોકી દેવાયુ

 

આ પણ વાંચોઃ PAK vs AUS, T20 World Cup, 2nd SF, LIVE Streaming: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સેમિફાઇનલ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

 

Next Article