T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ‘મૌકા-મૌકા’ નો નવો વિડીયો વાયરલ થવા લાગ્યો, ફોડવા માટે ટીવી આપતો નવો જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 11:27 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમો ફરી એક વખત આમને -સામને થવા જઈ રહી છે. T20 વર્લ્ડ કપ 2021 (T20 WC 2021) માં, ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર 24 ઓક્ટોબરે થશે. આ ટક્કર પહેલાં, ફરી એકવાર મૌકા-મૌકા નો વિડીયો (Mauka-Mauka ad returns) પાછો આવ્યો છે.

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા 'મૌકા-મૌકા' નો નવો વિડીયો વાયરલ થવા લાગ્યો, ફોડવા માટે ટીવી આપતો નવો જુઓ Video
new video of Mouka-Mouka

Follow us on

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) મેચમાં રમાનારી છે. જેને લઇને તે મેચની ખૂબ જ રાહ જોવાઇ રહી છે. કારણ કે એ દિવસે બંને દેશોમાં રસ્તાઓ સૂમસામ બની જનારા છે. તો વળી ગલીઓ પણ સૂમસાન બની જશે. આમ બીજા શબ્દોમાં કહીઓ તો કરફ્યૂ છવાઇ જવાનો છે. કારણ કે ક્રિકેટનો મહાસંગ્રામ એ દિવસે થનારો છે. જે ઉત્સાહ દરમ્યાન જ મશહૂર વિજ્ઞાપન મૌકા-મૌકા નો પ્રોમો પણ રિલીઝ થઇ ચૂક્યો છે.

હંમેશાની જેમ, મૌકા-મૌકા વિજ્ઞાપન બેમિશાલ છે. તેનો પ્રોમો રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. પ્રસારણ કર્તાએ આ જાહેરાતનો પ્રોમો ટ્વિટ કર્યો અને લખ્યું, તમે જાણો છો કે ભારત-પાકિસ્તાન મેચ હવે વધારે દૂર નથી. આશા છે કે તમે તે મેચની જેમ આગામી એડ માટે ઉત્સાહિત છો.

મૌકા-મૌકા ના નવા વિડીયોમાં શું ખાસ છે?

એક મૌકા-મૌકા એડ વિડીયોમાં, એક પાકિસ્તાની ચાહક દુબઈના એક ટીવી શોરૂમમાં ફટાકડા લઈને જાય છે. જે એક હિન્દુસ્તાનીની માલિકીનો છે. પાકિસ્તાની ચાહક એક મોટું ટીવી બતાવવાનું કહે છે. આ દરમિયાન, તે ચાહક ભારતીય ચાહકને પાકિસ્તાની ટીમની મજબૂત બેટિંગ વિશે કહે છે. પાકિસ્તાની ફેન કહે છે- બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન દુબઈમાં એવા સિક્સર ફટકારશે કે દિલ્હીના અરીસાઓ તૂટી જશે.

તે મોકો છીનવી લેશે. આ પછી, ભારતીય દુકાનદાર પાકિસ્તાનના ચાહકને એક ટીવી નથી આપતો, પરંતુ બે-બે બે ટીવી આપે છે. ભારતીય દુકાનદાર કહે છે, ‘ટી 20 વર્લ્ડ કપમાં અમે તમને પાંચેય વખત હરાવ્યા છે. હવે ફટાકડા ફોડી નહી શકો, પરંતુ કંઇક તો ફોડશો. એક ખરીદો અને અને બીજુ ફ્રીમાં ફોડો. એક પર એક ફોડવાનો મોકો છે, મોકો.

T20 World Cup માં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીત મેળવી શક્યુ નથી

તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ક્યારેય ટી20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી. વર્ષ 2007 ટી20 વર્લ્ડ કપમાં, પાકિસ્તાનની ટીમ ભારત સામે બોલ આઉટમાં હારી ગઈ હતી. તે પછી ફાઇનલમાં, ટીમ ઇન્ડીયાએ 5 રનથી જીત મેળવી હતી. 2012 ના ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. 2014 ટી20 વર્લ્ડ કપમાં ભારતે આ મેચ 7 વિકેટે જીતી હતી. 2016 ટી20 વર્લ્ડ કપમાં ભારતે કોલકાતામાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.

આ પણ વાંચોઃ IPL 2021, KKR vs DC: ગજબનો સીન જોવા મળ્યો ક્વોલીફાયર-2 મેચમાં, ‘આઉટ’ થઇ ડગ આઉટમાં પહોચેલા બેટ્સમેનને મેદાનમાં રમવા પાછો બોલાવ્યો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અક્ષર ના બદલે હર્ષલ પટેલ ટીમ ઇન્ડીયામાં સામેલ, આ 8 ખેલાડીઓ ટીમ ઇન્ડીયાનો નિભાવવાની મળી તક, જુઓ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati