T20 WC 2026: ટીમ ઈન્ડિયાને અનિલ કુંબલે એ આપી ચેતવણી જિમ્બામ્બેને નરમાશથી ન લઈ શકાય

ICC T20 WC 2026 માં ભારતની સુપર 8 નો બીજો મુકાબલો આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ જિમ્બામ્બે વિરુદ્ધ ચેન્નાઈમાં રમાવાનો છે. મેચ પહેલા ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેએ ટીમ ઈન્ડિયાને મોટો સંદેશ આપ્યો છે.

T20 WC 2026: ટીમ ઈન્ડિયાને અનિલ કુંબલે એ આપી ચેતવણી જિમ્બામ્બેને નરમાશથી ન લઈ શકાય
| Edited By: | Updated on: Feb 26, 2026 | 4:30 PM

ભારતીય ક્રિકેટ ટીમ ને T20 વિશ્વ કપ 2026ની સુપર 8 નો બીજો મુકાબલો આજે સાંજે 7 વાગ્યાથી જિમ્બામ્બે વિરુદ્ધ એમ.એ. ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. સેમિફાઈનલમાં સ્થાન બનાવવાની આશાને જીવંત રાખવા માટે ભારતીય ટીમને આ મેચ સારી રનરેટથી જીતવી જ પડશે. દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ કહ્યુ છે કે ટીમ ઈન્ડિયાએ જિમ્બામ્બેને હલકામાં ન લેવુ જોઈએ અને તેની નેચરલ ક્રિકેટ રમવી જોઈએ.

અનિલ કુંબલેનું મોટુ નિવેદન

કુંબલેએ જિયોહોટસ્ટાર પર કહ્યુ, જિમ્બામ્બેએ ઓસ્ટ્રેલિયાને આસાનીથી હરાવી દીધુ છે. તેમના દિગ્ગજ ચાર બેટ્સમેન ફોર્મમાં છે. તેમના લાંબા ફાસ્ટ બોલર બ્લેસિંગ મુજરવાની અને બ્રેડ ઈવાંસ પાવરપ્લેમાં શાનદાર રહ્યા છે.

તેમણે કહ્યુ ભારતે જિમ્બામ્બેને બિલકુલ હલકામાં ન લેવુ જોઈએ. ભારતે ગેમમાં ટોપ પર રહેવાની જરૂર છે. કોઈપણ ખેલાડી જે સારુ રમતો હોય તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. તમે એ ન માની શકો કે આગામી બેટ્સમેન સારુ રમશે. તમારે એક ખેલાડી તરીકે સારુ પ્રદર્શન કરવાનું હોય છે. તમે યોગ્ય પરિણામની આશા રાખો છો. ભારતે એ જ કરવા પર ધ્યાન આપવુ જોઈએ. જે એમને કરવાની જરૂર છે .

ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો સંઘર્ષ

ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ સમગ્ર T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન સંઘર્ષપૂર્ણ રહી છે. તેમના બેટ્સમેન સ્પિનરો સામે અસરકારક રહ્યા નથી. આમ છતાં, ટીમ ઈન્ડિયાએ તેમની બધી ગ્રુપ સ્ટેજ મેચ જીતી અને સુપર 8 માં પહોંચી. સુપર 8 ની પહેલી જ મેચમાં, ભારત દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હારી ગયું. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ભારતની સૌથી મોટી રનથી હાર હતી.

ભારતનો સેમિફાઈનલમાં પહોંચવાનો સિનારિયો

દક્ષિણ આફ્રિકાને મળેલી હાર એ ભારત માટે સેમિફાઈનલનો રસ્તો મુશ્કેલ કરી દીધો છે. હવે ભારતીય ટીમને સુપર 8માં જિમ્બામ્બે અને વેસ્ટઈનિડીઝ વિરુદ્ધ થનારી બંને મોટી મેચમાં મોટા અંતરથી જીતવુ પડશે. આ સાથે જ એ આશા પણ રાખવી પડશે કે દક્ષિણ આફ્રિકા પણ વેસ્ટ ઈન્ડીઝ અને જિમ્બામ્બેને હરાવી દે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આસાનીથી સેમિફાઈનલમાં પહોંચી શકે છે.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો