T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનાર ટીમ ઈન્ડિયાનું દેશમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની એક ઝલક જોવા માટે ચાહકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં વિક્ટરી પરેડ પણ યોજી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં વિક્ટરી પરેડ કરી હતી. આ દરમિયાન હજારો ચાહકો હાજર રહ્યા હતા. પરંતુ એક ચાહકે બધાનું ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને નજીકથી જોવા માટે આ ફેન ઝાડ પર ચઢી ગયો હતો. આ ફેન્સ આ ખાસ ક્ષણને પોતાના કેમેરાથી કેદ કરી રહ્યો હતો. આ ફેન્સે પોતાના કેમેરામાં કેદ કર્યું તે હવે સામે આવ્યું છે.
આ ક્રિકેટ ફેને પોતાના કેમેરામાં જે કેદ કર્યું તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિક્ટરી પરેડ દરમિયાન આ ફેન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સૌથી નજીક હતો. આ ફેનને સૌથી પહેલા વિરાટ કોહલીએ જોયો હતો, ત્યારબાદ તેણે રવીન્દ્ર જાડેજાને આ ફેનને જોવાનું કહ્યું હતું. જાડેજાએ પણ આ ફેનને જોઈ હાથ કરી અભિવાદન કર્યું હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પ્રતિક્રિયા જોવા જેવી હતી.
Lmao pic.twitter.com/BFaxtwDoz6
— Ram (@Flick_of_wrists) July 5, 2024
આ ફેનને ઝાડ પર ચડતા જોઈને ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન રોહિત તેને ઝાડ પરથી નીચે ઉતરવાનું સૂચન કરતો જોવા મળ્યો હતો. આ વિક્ટરી પરેડમાં ભારે ભીડ જોવા મળી હતી, ચારેબાજુ ક્રિકેટ ચાહકો જોવા મળ્યા હતા. પરંતુ આ આ ફેન ભીડમાંથી અલગ થઈ ગયો અને આ તેનો વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
Kohli asking rohit to see the fan who climbed up the tree❤️ pic.twitter.com/TjZ0r2mpuN
— Haritha⋆.ೃ (@Kohli_thetic_X) July 4, 2024
ભારતીય ટીમે 11 વર્ષ બાદ ICC ટાઈટલ જીત્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે ટીમ ભારત પરત ફરી, ત્યારે દરેક જગ્યાએ ચાહકો ટીમના સ્વાગત માટે ઉભા હતા. મુંબઈમાં ભારતીય ખેલાડીઓની વિક્ટરી પરેડ યોજાશે તેવા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ચાહકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. આ પછી ટીમ ઈન્ડિયા વાનખેડે સ્ટેડિયમ પહોંચી. BCCIએ વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કર્યું હતું.
આ પણ વાંચો: Video: PM મોદીની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથેની સમગ્ર વાતચીત પહેલીવાર આવી સામે, જાણો કોણે શું કહ્યું?
Published On - 6:00 pm, Fri, 5 July 24