T20 મેચમાં Alex Hales નું વાવાઝોડુ, માત્ર 33 બોલમાં ફટકાર્યા 91 રન

|

Jun 04, 2022 | 2:58 PM

T20 Blast 2022, Derbyshire vs Nottinghamshire: નોટિંગહામશાયર (Nottinghamshire) નો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. નોટિંગહામશાયરની જીતમાં સૌથી વધુ ફાળો ઓપનર એલેક્સ હેલ્સ (Alex Hales) નો રહ્યો હતો.

T20 મેચમાં Alex Hales નું વાવાઝોડુ, માત્ર 33 બોલમાં ફટકાર્યા 91 રન
Alex Hales (PC: Google)

Follow us on

ક્રિકેટ ટુર્નામેન્ટ T20 બ્લાસ્ટ 2022 (T20 Blast 2022) માં ડર્બીશાયર (Derbyshire) અને નોટિંગહામશાયર (Nottinghamshire) વચ્ચે 3 જૂને મેચ રમાઈ હતી. જેમાં નોટિંગહામશાયરનો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. નોટિંગહામશાયરની જીતમાં સૌથી વધુ ફાળો ઓપનર એલેક્સ હેલ્સ (Alex Hales) નો રહ્યો હતો. તેણે 33 બોલમાં 91 રનની તોફાની ઇનિંગ રમી હતી. એલેક્સ હેલ્સે આ ઇનિંગ દરમિયાન 5 સિક્સર અને 12 ફોર ફટકારી હતી.

ડર્બીશાયરે વિશાળ સ્કોર બનાવ્યો

મેચમાં ટોસ હાર્યા બાદ ડર્બીશાયરની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને શાદનાર 178 રન બનાવ્યા હતા. લુઈસ રીસ (Luis Reece) અને સુકાની શાન મસૂદ (Shan Masood) એ 6.3 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી હતી. ઓપનિંગ જોડી 67 ના સ્કોર બનાવ્યા બાદ પેવેલિયન પરત ફરી હતી. મસૂદે 33 તો રીસે 27 રન બનાવ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જૈક બૉલએ ઝડપી 4 વિકેટ

ત્યાર બાદ મેડસેન અને પૂલે ત્રીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી હતી. મેડસેને 30 બોલમાં 40 રન બનાવ્યા. જ્યારે પૂલે ટીના ખાતામાં 34 બોલમાં ઝડપી 51 રન બનાવ્યા. વિપક્ષી ટીમ તરફથી જેક બોલે 4 વિકેટ ઝડપી હતી.

 

એલેક્સ હેલ્સ સદીથી ચુક્યો, નોટિંઘમશાયરે આસાન જીત મેળવી

જવાબમાં નોટિંગહામશાયર 17.1 ઓવરમાં જીતી ગયું હતું. જો ક્લાર્ક અને એલેક્સ હેલ્સે ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. ઓપનિંગ જોડીએ 8.3 ઓવરમાં 119 રન ઉમેર્યા હતા. ક્લાર્ક 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ એલેક્સ 91 રન બનાવીને આઉટ થયો હતો.

 

 

 

સમિત પટેલ અને ટોમની શાદનાર ભાગીદારીએ ટીમને જીતાડી

મહત્વનું છે કે નોટિંગગામશાયર ટીમે 144 રન સુધી પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ટોમ અને સમિત પટેલે અતૂટ ભાગીદારી કરીને નોટિંગહામશાયરને 17 બોલ બાકી રહેતા જીત અપાવી હતી. વિપક્ષી ટીમ તરફથી જ્યોર્જ સ્ક્રીમશોએ 2 વિકેટ લીધી હતી.

Next Article