ટીમ હારી ગઈ પણ હાર્દિક પંડ્યાએ જીતી લીધું દિલ, એક ઈશારો કરતા ફેન્સ જૂમી ઉઠયા, જુઓ વીડિયો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં બરોડાની ટીમને મુંબઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બરોડા માટે હાર્દિક પંડ્યા કોઈ ખાસ કમાલ બતાવી શક્યો ન હતો અને તેની ટીમ પણ હારી ગઈ હતી. પરંતુ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ મેદાન પર કંઈક એવું કર્યું જેણે ચાહકોનું દિલ જીતી લીધું.

ટીમ હારી ગઈ પણ હાર્દિક પંડ્યાએ જીતી લીધું દિલ, એક ઈશારો કરતા ફેન્સ જૂમી ઉઠયા, જુઓ વીડિયો
Hardik PandyaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Dec 13, 2024 | 6:00 PM

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કાંગારૂ ટીમ સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચ રમી રહી છે. બીજી તરફ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ઘણા સ્ટાર ભારતીય ક્રિકેટરો જોવા મળી રહ્યા છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સામેલ હતો. જોકે ટૂર્નામેન્ટમાં તેની સફર હવે પૂરી થઈ ગઈ છે. તે બરોડા માટે રમી રહ્યો હતો, પરંતુ 13 ડિસેમ્બરે મુંબઈ સામેની પ્રથમ સેમીફાઈનલમાં હાર્યા બાદ બરોડા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. જોકે હાર છતાં હાર્દિક પંડ્યાએ ચાહકોના દિલ જીતી લીધા હતા. તમે આ વીડિયો દ્વારા સરળતાથી સમજી શકશો કે અમે આવું કેમ કહી રહ્યા છીએ.

LIVE મેચમાં બે છોકરાઓ મેદાનમાં પ્રવેશ્યા

શુક્રવારે, બરોડા અને મુંબઈની ટીમો વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 ની પ્રથમ સેમીફાઈનલ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ત્યારપછી અચાનક મુંબઈની ઈનિંગ દરમિયાન બે છોકરાઓ સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં પ્રવેશ્યા હતા. આ પછી સુરક્ષાકર્મીઓ બંને યુવકોને પકડીને મેદાનની બહાર લઈ જતા જોવા મળ્યા હતા.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

હાર્દિક પંડ્યાએ કર્યો ઈશારો

જ્યારે સુરક્ષાકર્મીઓ યુવકને મેદાનની બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે હાર્દિક પંડયાએ યુવકો સાથે ગેરવર્તણૂક ન થાય તેવો ઈશારો કર્યો હતો. આ પછી સ્ટેડિયમમાં હાજર લોકોએ હાર્દિક માટે તાળીઓ પાડી હતી. X પર આ વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, ‘હાર્દિક પંડ્યાએ સુરક્ષા કર્મચારીઓને કહ્યું કે તેને મળવા આવેલા લોકો પર બળનો ઉપયોગ ન કરો. ત્યારબાદ ભીડમાં હાજર દર્શકોએ હાર્દિક માટે જોરથી તાળીઓ પાડી હતી.’

મુંબઈએ બરોડાને હરાવ્યું

જો કે મુંબઈ અને બરોડા વચ્ચેની મેચની વાત કરીએ તો મુંબઈએ આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં ટીમ બરોડાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈએ 18મી ઓવરના બીજા બોલે લક્ષ્ય હાંસલ કરી લીધું અને ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. મુંબઈ માટે અજિંક્ય રહાણેએ 56 બોલમાં 98 રનની તોફાની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો: IND vs AUS : ગાબા ટેસ્ટમાં વરસાદ બગાડશે ટીમ ઈન્ડિયાની મજા, WTC ફાઈનલમાં પહોંચવાનું સપનું થશે ચકનાચૂર ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">