સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 5 ઈન્ટરનેશનલ T20 મેચમાં 3 સદી ફટકારી છે. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને કેરળને જીત અપાવી હતી. જો કે આ જીત કરતાં પણ વધુ ચર્ચામાં સંજુ સેમસનનું નવું નામ રહ્યું. સંજુ સેમસને પોતાનું નવું નામ રાખ્યું છે, જેની તસવીર રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવી છે. સંજુ સેમસનની આ તસવીર સોશિયલ મીડિયા પર જંગલમાં આગની જેમ વાયરલ થઈ છે.
સંજુ સેમસન સર્વિસીસ સામેની મેચમાં તેની જર્સીની પાછળ અલગ નામ લખેલું જર્સી પહેરીને દેખાયો હતો. તેની ટી-શર્ટ પર સેમી લખેલું હતું. સંજુ સેમસન સામાન્ય રીતે સંજુ નામથી જ રમે છે, પરંતુ તેણે હવે પોતાનું નામ બદલી નાખ્યું છે. શક્ય છે કે તેણે આવું માત્ર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચો માટે કર્યું હોય. જો કે એ પણ શક્ય છે કે તે IPLમાં પણ આ નામથી રમતો જોવા મળી શકે.
New shirt name whu dis pic.twitter.com/mAlS2MvHyz
— Rajasthan Royals (@rajasthanroyals) November 23, 2024
મેચની વાત કરીએ તો, સંજુ સેમસને કેરળને 3 વિકેટે જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા સર્વિસીઝની ટીમે 20 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. જવાબમાં કેરળ 18.1 ઓવરમાં જીતી ગયું હતું. સંજુ સેમસન ઓપનિંગમાં આવ્યો અને તેણે 45 બોલમાં 75 રનની ઈનિંગ રમી. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન વધુ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, પરંતુ સેમસનની આ ઈનિંગ કેરળને જીત અપાવવા માટે પૂરતી હતી. કેરળના બોલર અખિલ સ્કરિયાએ 30 રનમાં 5 વિકેટ લઈને પોતાની તાકાત બતાવી હતી.
હવે સંજુ સેમસનનું આગામી મિશન રાજસ્થાન રોયલ્સની ટીમને મજબૂત કરવાનું રહેશે. IPL 2025 ની હરાજી 23 અને 24 નવેમ્બરના રોજ છે અને દેખીતી રીતે સેમસન સાથે ટીમને મજબૂત કરવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી હશે, કારણ કે તે ટીમનો કેપ્ટન છે. સંજુ સેમસનની આ હરાજી પર નજર રહેશે.
આ પણ વાંચો: રોડ અકસ્માતમાં જીવ બચાવનાર બે છોકરાઓને રિષભ પંતે શું ભેટ આપી? ઓસ્ટ્રેલિયન મીડિયાએ કર્યો ખુલાસો