1983 વર્લ્ડ કપની જીતને લઇને સૈયદ કિરમાણીએ કહી મોટી વાત, કહ્યું મારા યોગદાનની કોઇ ચર્ચા જ નથી કરતું

|

Jun 26, 2022 | 6:55 AM

Cricket : સૈયદ કિરમાણી (Syed Kirmani) 1983 વર્લ્ડ કપ (1983 World Cup) વિજેતા ટીમનો ભાગ હતા અને તેમને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ કીપર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાં થાય છે.

1983 વર્લ્ડ કપની જીતને લઇને સૈયદ કિરમાણીએ કહી મોટી વાત, કહ્યું મારા યોગદાનની કોઇ ચર્ચા જ નથી કરતું
Syed Kirmani (File Photo)

Follow us on

ભારતે (Team India) તેનો પહેલો વર્લ્ડ કપ 1983 (1983 World Cup) માં આ જ તારીખે એટલે કે 25 જૂને જીત્યો હતો. કપિલ દેવ (Kapil Dev) ની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ તે સમયની દિગ્ગજ ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. કોઈએ વિચાર્યું ન હતું કે કપિલ દેવની કપ્તાની હેઠળની આ ટીમ આવી સિદ્ધી મેળવશે અને વર્લ્ડ કપ જીતશે. પરંતુ એવું થયું. આ જોઈને બધાને નવાઈ લાગી. પરંતુ તે એક ટીમ પ્રયાસ હતો અને ટીમના દરેક ખેલાડીએ તેમાં યોગદાન આપ્યું હતું. વિકેટકીપર સૈયદ કિરમાણી (Syed Kirmani) જે આ ટીમના સભ્ય હતા તેણે આ ઐતિહાસિક વર્લ્ડ કપ જીત અંગે તેમણે કેટલીક ફરિયાદો નોંધાવી છે. જ્યાં તેઓ કહે છે કે તેમના યોગદાનની જેટલી ચર્ચા થવી જોઈએ તેટલી થઈ નથી. જોકે, આ પૂર્વ વિકેટકીપરે કહ્યું છે કે તેને કોઈ અફસોસ નથી.

વિશ્વ ક્રિકેટમાં ભારતની સફર ઉતાર-ચઢાવથી ભરેલી હતી. આ સફરમાં ટીમના કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) એવી ઇનિંગ રમી હતી જેની ચર્ચા આજ સુધી થાય છે. તેણે આ ઇનિંગ ઝિમ્બાબ્વે સામે રમી હતી. તે મેચમાં કપિલે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી અને 175 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ જીતીને પોતાના નામે કરી હતી. કપિલ આ મુશ્કેલ ઇનિંગ રમી શક્યો કારણ કે તેને બીજા છેડેથી સપોર્ટ મળ્યો હતો. તે ટેકો સૈયદ કિરમાણીએ આપ્યો હતો. કિરમાણીએ કહ્યું કે જો તેણે કપિલને સપોર્ટ ન કર્યો હોત તો કદાચ ભારત વર્લ્ડ કપ જીતી શક્યું ન હોત.

કોઈએ ક્રેડિટ આપી નહી

કપિલે TV9 ભારતવર્ષની સંલગ્ન અંગ્રેજી વેબસાઈટ ‘News9’ પરની પોતાની કોલમમાં લખ્યું, “કપિલે 175 રન બનાવ્યા. પરંતુ લોકો માત્ર કપિલની તે શાનદાર ઇનિંગની જ વાતો કરે છે. તે એવું નથી કહેતા કે તેને કોણે સમર્થન આપ્યું. જો મેં તેની સાથે આ ભાગીદારી ન કરી હોત તો વર્લ્ડ કપ જીતવાનું ભૂલી જાવ, અમે નોક આઉટ માટે પણ ક્વોલિફાય ન થયા હોત. કોઈ પત્રકાર કે સોશિયલ મીડિયા પર કોઈએ ક્યારેય કહ્યું નથી કે કપિલે 175 રન બનાવ્યા હતા કારણ કે કિરમાણીએ તેને બીજા છેડેથી સપોર્ટ આપ્યો હતો અને ભારતને સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. જો કે, કોઈ અફસોસ નથી.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિકેટકીપરીંગમાં પણ કમાલ કરી હતી

કિરમાણી એ પણ ફરિયાદ કરે છે કે તેની શ્રેષ્ઠ વિકેટકીપિંગ વિશે કોઈ ચર્ચા નથી થઈ. તેણે આગળ લખ્યું, “મેં વર્લ્ડ કપમાં 14 શિકાર કર્યા હતા. જે વેસ્ટ ઈન્ડિઝના જેફ ડઝન કરતા બે ઓછા હતા. જૈફ ડજને જે પણ કેચ લીધા તે સીધા હતા. મને બેસ્ટ વિકેટકીપરનો એવોર્ડ મળ્યો હતો. મેં 11 જૂનના રોજ પ્રથમ લીગ મેચમાં ઝિમ્બાબ્વે સામે પાંચ કેચ લીધા અને વર્લ્ડ કપમાં આવું કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો. મને પ્લેયર ઓફ ધ મેચ મળવો જોઈતો હતો. પરંતુ એવોર્ડ મદન લાલને મળ્યો. મને જે મળ્યું તેનાથી સંતોષ માનવો પડ્યો. હું ખુશ છું.”

ફાઇનલમાં શાનદાર કેચ પકડ્યો હતો

કિરમાણીએ ફાઈનલ મેચમાં પણ શાનદાર કેચ પકડ્યો હતો. આનો ઉલ્લેખ કરતાં કિરમાણીએ લખ્યું, “મેં ફાઇનલમાં ફૌદ બચ્ચસને કેચ પકડ્યો હતો. જે મારી કારકિર્દીના શ્રેષ્ઠ કેચમાંથી એક છે. પ્રથમ સ્લિપ તરફ ડાઇવિંગ કરતી વખતે મેં આ કેચ લીધો હતો. મેં આ કેચ બલવિંદર સંધુની ફાસ્ટ બોલ પર લીધો હતો.

Published On - 2:51 pm, Sat, 25 June 22

Next Article