IND vs WI: ત્રીજી ODIમાં કોહલીના રમવા અંગે સસ્પેન્સ, વિરાટ ટીમ સાથે ત્રિનિદાદ ન પહોંચ્યો
બીજી વનડેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો અને ટીમનો પરાજય થયો હતો. આ પછી એવી આશા હતી કે તે ત્રીજી વનડેમાં વાપસી કરશે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે વિત્રત ત્રીજી વનડેમાં પણ નહીં રમે.
ભારતીય ક્રિકેટ ટીમે (Team India) બાર્બાડોસમાં રમાયેલી બીજી વનડે મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli) ને આરામ આપ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ટીમને હારનો સામનો કરવો પડ્યો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ બંને મંગળવારે ત્રીજી અને નિર્ણાયક મેચમાં રમશે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોહલી ત્રીજી વનડેમાં રમશે નહીં કારણ કે તે ટીમ સાથે ત્રિનિદાદ (Trinidad) પહોંચ્યો જ નથી.
ત્રીજી અને છેલ્લી નિર્ણાયક ODI
આ મેચ ભારત માટે ઘણી મહત્વની છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ જીતી હતી. આ સાથે જ ભારતને બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે નિર્ણાયક બની ગઈ છે.
Virat Kohli is likely to join the Team India in Trinidad later in the day. (To RevSportz) pic.twitter.com/oGjwahUHsi
— CricketMAN2 (@ImTanujSingh) July 31, 2023
ODI સિરીઝમાં બેટિંગ જ નથી કરી
વિરાટ પ્રથમ વનડેમાં પ્લેઈંગ-11નો ભાગ હતો પરંતુ વિન્ડીઝ ટીમના ઓછા સ્કોરને કારણે ટીમ મેનેજમેન્ટે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યા હતા અને તેથી વિરાટે બેટિંગ કરી નહોતી. તેને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. હવે ત્રીજી વનડેમાં રમવાની તેની આશા ધૂંધળી થઈ ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયા ત્રિનિદાદ પહોંચી ત્યારે કોહલી ટીમ સાથે નહોતો. જો કે કોહલી શા માટે ટીમ સાથે નથી કે પછી તે ટીમ સાથે જોડાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ એવી આશા છે કે તેને ત્રીજી વનડેમાં પણ આરામ આપવામાં આવશે.
આ પણ વાંચો : Jasprit Bumrah : કમબેક માટે તૈયાર જસપ્રીત બુમરાહ, પ્રેક્ટિસમાં કરી જોરદાર બોલિંગ, જુઓ Video
સંજુ સેમસનને ફરી તક મળશે?
જો કોહલી ત્રીજી વન-ડેમાં નહીં રમે તો પ્લેઇંગ-11માં તેની જગ્યા કોણ લેશે. સંજુ સેમસનનું નામ આમાં આગળ છે. સેમસનને બીજી વનડેમાં તક મળી હતી પરંતુ તે સફળ રહ્યો ન હતો. બીજી મેચમાં મળેલી હારને કારણે રોહિત અને કોહલીની વાપસી થવાની ધારણા હતી. આવી સ્થિતિમાં સંજુને બહાર જવું પડશે, પરંતુ કોહલીની વાપસી સામે સવાલ ઊભો થયો છે અને જો તે નહીં રમે તો તેની જગ્યાએ સંજુને ફરી તક મળશે. સંજુ આ પ્રવાસમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમ્યો છે.