SRH IPL 2023 Auction: નવા અને મજબૂત કેપ્ટનની શોધમાં છે હૈદરાબાદની ટીમ, સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે

|

Dec 23, 2022 | 10:30 AM

Sunrisers Hyderabad IPL 2023 Auction in Gujarati : કેન વિલિયમસનને મુક્ત કર્યા બાદ હૈદરાબાદની ટીમ નવા અને મજબૂત કેપ્ટનની શોધમાં છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે હાલમાં સૌથી વધારે રકમ પર્સમાં છે. આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની સિઝન ખુબ નિરાશાજનક રહી હતી.

SRH IPL 2023 Auction: નવા અને મજબૂત કેપ્ટનની શોધમાં છે હૈદરાબાદની ટીમ, સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે
SRH IPL 2023 Auction
Image Credit source: File photo

Follow us on

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ઘણા બધા સુધારાની જરુર છે. કેન વિલિયમસનને મુક્ત કર્યા બાદ હૈદરાબાદની ટીમ નવા અને મજબૂત કેપ્ટનની શોધમાં છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે હાલમાં સૌથી વધારે રકમ પર્સમાં છે. આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની સિઝન ખુબ નિરાશાજનક રહી હતી. આ વર્ષે તેઓ પોતાની ટીમમાં મેચ વિનર ખેલાડીઓને લેવા પર વધારે ધ્યાન આપશે. હૈદરાબાદની ટીમ એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન અને જયદેવ ઉનડકટમાં વધારે રસ દાખવી શકે છે. હૈદરાબાદ પાસે ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકની પેસ છે તેઓ આ બોલિંગ લાઈનઅપને પણ વધારે મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના રીટેઈન ખેલાડીઓ : અબ્દુલ સમદ, એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને ઉમરાન મલિક

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 13  (4 વિદેશી)

કેટલું બજેટ બાકી- 42.25 કરોડ

આઈપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

આઈપીએલ 2023 ઓક્શન

 


હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 87 ખેલાડીઓને આઈપીએલની ટીમમાં સ્થાન મળશે, જેમાંથી 30 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે.

 


405 ખેલાડીઓમાંથી  273 ખેલાડીઓ ભારતીય છે અને 132 ખેલાડીઓ વિદેશીઓ હશે.

 


ઓક્શનમાં સામેલ 273માંથી સૌથી વધારે ખેલાડી જમ્મુ અને કશ્મીરમાંથી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડી નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી છે.

 

સૌથી વધારે જગ્યા હૈદરાબાદની ટીમમાં ખાલી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડીઓની જગ્યા દિલ્હીની ટીમમાં બચી છે. સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે અને સૌથી ઓછું કોલકત્તાની ટીમ પાસે બચ્યા છે. આ વર્ષે દરેક ટીમના બજેટમાં 5 કરોડ વધારવામાં આવ્યા છે. દરેક ટીમ 95 કરોડ સુધીનું બજેટ રાખી શકે છે. જેમાંથી તેઓ 75 ટકા પૈસા જ ઓક્શનમાં ઉપયોગમાં લઈ શકે છે.

Next Article