Sunil Gavaskar Birthday: ક્રિકેટમાં ‘સ્લો બેટીંગ’ ને વર્તમાન યુગમાં પણ ઘટીયા નહી ‘ગાવાસ્કર સ્ટાઇલ’ તરીકે ઓળખાય છે, જાણો કેમ

|

Jul 10, 2022 | 10:48 AM

વર્તમાન સમયમાં ધીમી રમતને ક્રિકેટમાં મર્યાદિત ઓવરની મેચમાં સ્થાન નથી. જોકે દાયકાઓ અગાઉ મર્યાદિત ઓવરની રમતમાં પણ ધીમી રમતની મર્યાદા હતી કે જેમાં ધીરજનો અંત આવી જતો હતો. પરંતુ સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) ની 'રમત' ધીમુ રમી ને પોતાને લાંબો સમય ટકાવી ગઇ હતી.

Sunil Gavaskar Birthday: ક્રિકેટમાં સ્લો બેટીંગ ને વર્તમાન યુગમાં પણ ઘટીયા નહી ગાવાસ્કર સ્ટાઇલ તરીકે ઓળખાય છે, જાણો કેમ
Sunil Gavaskar એ વિશ્વકપમાં ધીમી રમત રમી હતી

Follow us on

વર્તમાન સમયમાં ક્રિકેટ માં ઝડપી રન બનાવવા એ જરુરિયાત બની ગઈ છે, હવે ગમે તેટલી ઝડપે રન બનાવો એ જાણે કે ઓછા પડતા હોય એવી સ્થિતી છે. કારણ કે હાલમાં સમય બોલરોનો નહીં પરંતુ બેટ્સમેનોનો છે. જોકે ક્રિકેટમાં પહેલાથી જ દમદાર બેટીંગનો દબદબો રહ્યો છે. બોલરો પણ પોતાની બોલીંગની ધાર નિકળાને ખતરનાક બોલીંગનો પરિચય આપતા રહ્યા છે. ગાવાસ્કર યુગમાં આવી જ સ્થિતી હતી, બોલરોની ધાર અને બેટ્સમેનોનો પાવર ટક્કર લેતો હતો. એવા સમયે સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) ની ધીમી રમત પ્રચલીત હતી, પરંતુ ધીમી રમતની પણ એક મર્યાદા હતી. ચાહકોના ધૈર્યથી આગળ વધીને ધીમુ રમવુ એટલે કરિયર બરબાદ કરવા સમાન હતુ. પરંતુ ગાવાસ્કરની ધીમી રમત તેના કરિયરને ટકાવી ગયુ હતુ. વિશ્વકપમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની વન ડેમાં રમાયેલી ગાવસ્કરની રમત હજુ પણ ક્રિકેટ ચાહકોને ખૂંચે છે.

હાલના ઝડપના સમયમા જો બેટ્સમેન સહેજ ધીમા સ્ટ્રાઈક રેટથી રમત રમે તો, તેની પર દેશ અને દુનિયાના વિશ્લેશ્કો તુટી પડતા હોય છે. તેના ફુટવર્કથી લઈને તેના શોટ ફટકારવાના નિર્ણય સુદ્ધાની ઝીણી ઝીણી બાબતોને શોધી શોધીને તેની પર ચર્ચાઓ કરી લેતા હોય છે. પરંતુ ગાવાસ્કર આ બાબતે નસીબદાર હતા કે તેમના સમયમાં આજના જેવી ડિબેટ અને સોશિયલ મીડિયાનો યુગ નહોતા. જેથી પોતાની રમતની તો ટીકા કરવાનો અવસર બીજાને નથી મળી શક્યો પરંતુ, તેઓ આજે અચૂક સ્લો સ્ટ્રાઈક રેટની ચર્ચા કરીને ફટકાર લગાવે છે.

વિશ્વકપની મહત્વની મેચમાં ગાવાસ્કરે ‘ખેલ’ કર્યો

મૂળ વાત પર આવી એ, ચર્ચા ગાવાસ્કરની રમતની છે. તેમણે એક એવી ઈનીંગ રમી હતી કે જેને આજે પણ નવી પેઢીના ક્રિકેટ ચાહકો વાગોળી રહ્યા છે. એક વન ડે મેચમાં, સુનિલ ગાવાસ્કર ઓપનિંગ કરવા માટે મેદાને ઉતરી અંત સુધી રમ્યા હતા. ગાવાસ્કરની ઇનીંગ અણનમ રહી હતી. જોકે તેઓએ આટલી લાંબી ઇનીંગના અંતે રન બનાવ્યા હતા માત્ર 36 ! તેમની આ રમતને લઇને તે વેળા તો ક્રિકેટ પ્રશંસકોએ તો રોષ ઠાલવ્યો હતો, પરંતુ તે સમયના વિશ્લેષકો પણ કાળઝાળ હતા. કારણ કે તે સામાન્ય મેચ નહી પરંતુ વિશ્વકપની મેચ હતી. આમ મહત્વની મેચમાં ગાવાસ્કરે ના તો રન બનાવ્યા કે ના તો બોલ બચાવ્યા અને આમ પોતાના નામે ધીમી ગતિનો ના ભૂલાય એવો વિક્રમ પણ રચી દીધો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અણનમ 36 રનની રમત માટે સુનિલ ગાવાસ્કરે 174 બોલનો સામનો કર્યો હતો. આમ બોલ ખરાબ કરીને પોતાની વિકેટ ટકાવી રાખવાની તેમની ચિંતા ક્રિકેટ પ્રશંસકોને ખૂંચી ગઇ હતી. આજે પણ જ્યારે કોઇ બેટ્સમેન ધીમી રમત રમે ત્યારે ગાવાસ્કર ની સાથે તેની સરખામણી કરવામાં આવે છે. અને તે રમતને ‘ગાવાસ્કર સ્ટાઈલ’ કહેવામાં આવે છે.

આવી રહી હતી મેચ

વન ડે વિશ્વકપ 1975ની પ્રથમ મેચ 7 જૂને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડઝમાં રમાઇ હતી. તે વખતે વન ડે મેચ 60 ઓવરની રમાતી હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 60 ઓવરના અંતે 334 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 335 રનનો પડકાર પાર પાડવાનો હતો. જે મેચ ભારતીય ટીમ 202 રન થી હારી ગઇ હતી. આ મોટા પરાજય પાછળ ગાવાસ્કર કેટલા જવાબદાર એનો અંદાજ તેમની રમતના આંકડા પરથી જ લગાવી શકાય છે. કારણ કે 60 માંથી 34 ઓવરની રમત તો એકલા ગાવાસ્કર પર પાછળ જ ખર્ચાઈ ગઈ હતી.

ગાવાસ્કર સાથે ટીમ પોલીટીક્સનો મુદ્દો પણ ચર્ચાતો રહે છે

સુનિલ ગાવાસ્કરની રમતને લઇને ભારતીય ટીમ પણ આશ્વર્યમાં હતી. તે મેચમાં અંશુમાન ગાયકવાડ પણ રમી રહ્યા હતા. મેચમાં ટીમના માહોલને લઇ તેઓ કહી ચુક્યા હતા કે, પૂરી ટીમને કંઇ પણ સમજ નહોતુ આવી રહ્યુ. સૌ કોઇ હેરાન પરેશાન હતા. અંતમાં લાંબા સમય બાદ ગાવાસ્કરે પોતાની બુકમાં એ વાત કબૂલ કરી હતી. તેમણે કબૂલ કર્યુ કે પોતાની 36 રન વાળી રમત કરિયરની ઘટીયા રમત હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ, ગાવાસ્કરને લઇને એ પણ અફવા એ વખતે હતે, તે ટીમની પસંદગી થી નારાજ હતા. વિશ્વકપ માટે ટીમમાં ફાસ્ટને બદલે સ્પિનર્સ બોલર્સને સ્થાન વધારે અપાયુ હતુ. જેના થી તે નારાજ હતા. તો એ પણ અફવાહ વર્તાઇ હતી કે, વિશ્વકપ માટે વેંકટરાઘવનને કેપ્ટન તરીકે પસંદ કરવાને લઇ તે રોષે ભરાયેલા હતા.

Next Article