AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના બેટિંગ, ના બોલિંગ… છતાં સ્ટીવ સ્મિથે રચી દીધો ‘ઇતિહાસ’, ટેસ્ટ ક્રિકેટમાં તોડી નાખ્યો ‘મોટો રેકોર્ડ’

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં એક શાનદાર અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન કમાલ કરતા સ્મિથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ રેકોર્ડ સાથે જ તેણે ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટને પાછળ છોડી દીધો છે.

ના બેટિંગ, ના બોલિંગ... છતાં સ્ટીવ સ્મિથે રચી દીધો 'ઇતિહાસ', ટેસ્ટ ક્રિકેટમાં તોડી નાખ્યો 'મોટો રેકોર્ડ'
| Updated on: Oct 11, 2026 | 7:51 PM
Share

સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે. તેણે Joe Rootને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ આ રેકોર્ડ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે (રવિવારે) બનાવ્યો. યજમાન ટીમની પ્રથમ ઇનિંગ્સમાં સ્મિથે પહેલો કેચ કેપ્ટન ટેમ્બા બાવુમાનો લીધો અને રેકોર્ડ ડેવિડનો કેચ લેવાની સાથે બનાવ્યો.

સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સની 28મી ઓવરના ત્રીજા બોલ પર ટેમ્બા બાવુમા આઉટ થયો. આમાં નેથન લાયનના બોલ પર સ્ટીવ સ્મિથે કેચ ઝડપ્યો. આ પછી 31મી ઓવરના પહેલા બોલ પર સ્મિથે વધુ એક શાનદાર કેચ ઝડપ્યો. આ કેચ ડેવિડ બેડિંગહામનો હતો, જે પોતાની અડધી સદીથી 1 રન દૂર રહી ગયો.

ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બન્યો ‘Steve Smith’

બેડિંગહામનો કેચ લેવાની સાથે સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડી દીધો છે. સ્મિથે ટેસ્ટમાં અત્યાર સુધી 221 કેચ પકડ્યા છે. 220 કેચ સાથે રૂટ બીજા સ્થાને પહોંચી ગયા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકનારા ટોપ-5 ફિલ્ડર

  1. 221*- સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
  2. 220*- જો રૂટ (ઇંગ્લેન્ડ)
  3. 210- રાહુલ દ્રવિડ (ભારત)
  4. 205- મહેલા જયવર્ધને (શ્રીલંકા)
  5. 200- જેક કાલિસ (સાઉથ આફ્રિકા)

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા પ્રથમ ટેસ્ટની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 390 રન પર સમાપ્ત થઈ હતી. મેટ રેનશોએ સૌથી વધુ 190 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે પ્રથમ ઇનિંગ્સમાં વિલેમ મુલ્ડરે સૌથી વધુ 4 વિકેટ લીધી. માર્કો જેનસને 3 અને એનરિક નોર્ખિયાએ 2 વિકેટ ઝડપી.

સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સ ચાલુ છે. સમાચાર લખાયા ત્યાં સુધી ટીમે 188 રન બનાવી લીધા છે પરંતુ તેમની 6 વિકેટ પડી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરી, શરૂઆતની 6 માંથી 3 વિકેટ કમિન્સે લીધી.

ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચાયો! ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને તોડી નાખ્યો વિરાટ કોહલીનો ‘ઐતિહાસિક રેકોર્ડ’

Follow Us
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
g clip-path="url(#clip0_868_265)">