વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં મોટા ફેરફાર, સુકાની તરીકે આ સ્ટાર ક્રિકેટર પર પસંદગી ઉતરી

|

Jun 26, 2022 | 1:52 PM

Cricket : સ્ટેફની ટેલર (Stephanie Taylor) ની સુકાની તરીકેની 10 વર્ષની સફરનો અંત આવ્યો. દિગ્ગજ ઓલરાઉન્ડરે વર્ષ 2012માં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝની મહિલા (Windies Cricket) ટીમનું નેતૃત્વ કર્યું હતું.

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં મોટા ફેરફાર, સુકાની તરીકે આ સ્ટાર ક્રિકેટર પર પસંદગી ઉતરી
Hayley Matthews (PC: ESPNcricinfo)

Follow us on

હેલી મેથ્યુસ (Hayley Matthews) ને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તે તાત્કાલિક અસરથી વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન તરીકે સ્ટેફની ટેલર (Stephanie Taylor) ની જગ્યા લેશે. આ ઓલરાઉન્ડર લાંબા સમયથી વેસ્ટ ઈન્ડિઝના વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવી રહી હતી. વેસ્ટ ઈન્ડિઝની મહિલા પસંદગી પેનલે નવા કેપ્ટન તરીકે હેલી મેથ્યુઝની ભલામણ કરી હતી. જેને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી હતી.

આ જાહેરાત સાથે સ્ટેફની ટેલરની સુકાની તરીકેની 10 વર્ષની સફરનો અંત આવ્યો. દિગ્ગજ ઓલરાઉન્ડરે વર્ષ 2012માં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે તેમના સુકાની તરીકેના કાર્યકાળ દરમિયાન 55 T20I અને 62 ODIમાં વેસ્ટ ઈન્ડિઝનું નેતૃત્વ કર્યું અને બંને ફોર્મેટમાં અનુક્રમે 29 અને 25 મેચ જીતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સ્ટેફની ટેલર પાસેથી કેપ્ટનશીપ લઇ લેવામાં આવી

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2016માં સ્ટેફની ટેલરની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. હેલી મેથ્યુસ છેલ્લા કેટલાક વર્ષોથી વેસ્ટ ઈન્ડિઝના વાઇસ કેપ્ટન તરીકે સેવા આપી રહી છે અને મુખ્ય પસંદગીકાર એન બ્રાઉન-જોને કહ્યું કે ઓલરાઉન્ડર માટે ટેલર પાસેથી ટીમની બાગડોર લઇ લેવાનો આ યોગ્ય સમય છે.

ક્રિકબઝ પ્રમાણે એન બ્રાઉન-જ્હોને કહ્યું: “રાષ્ટ્રીય પસંદગી પેનલે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમના નેતૃત્વમાંથી ટીમના પ્રદર્શનની સમીક્ષા કરી છે. આ સમીક્ષા બાદ પેનલે ટીમના કેપ્ટન તરીકે હેલી મેથ્યુઝનને સુકાની બનાવાનો નિર્ણય લીધો હતો. હેલીએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમના વાઇસ કેપ્ટન તરીકે અને તેની રાષ્ટ્રીય ટીમ બાર્બાડોસની સુકાની તરીકે વર્ષોથી ઘણો વિકાસ બતાવ્યો છે.

 


તે હવે એક ખેલાડી તરીકે પરિપક્વ થઈ ગઈ છે અને તેને રમતની સારી સમજ છે. ઉપરાંત નેતૃત્વની બંને ભૂમિકાઓમાં તેણે જે અનુભવ મેળવ્યો હશે તેને ધ્યાનમાં લેતા અમને લાગે છે કે તેના માટે કેપ્ટનની ભૂમિકામાં આવવાનો આ યોગ્ય સમય છે.”

સ્ટેફની ટેલર વિશે મુખ્ય પસંદગીકારે કહ્યું, “7 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કરવું એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને આ સમય દરમિયાન સ્ટેફનીએ જબરદસ્ત પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમે માનીએ છીએ કે સ્ટેફની એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. નિઃશંકાપણે વિશ્વની શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંની એક છે.”

Next Article