IPL 2024 : ઉધાર બેટ લઈ આઈપીએલ રમ્યો, આજે આ ખેલાડીના નામે કંપની બનાવી રહી છે બેટ , જુઓ વીડિયો

|

Mar 28, 2024 | 4:38 PM

રિંકુએ IPL 2023માં પોતાની મેચ ફિનિશિંગ કુશળતાથી માત્ર ભારત જ નહીં પરંતુ દેશ-વિદેશના ક્રિકેટ નિષ્ણાતોને પણ પ્રભાવિત કર્યા છે. રિંકુને તેની મેચ ફિનિશિંગ ક્ષમતા માટે ભારતીય ક્રિકેટનો નવો 'મહેન્દ્ર સિંહ ધોની' પણ કહેવામાં આવે છે. 25 વર્ષીય રિંકુને KKR એ 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

IPL 2024 : ઉધાર બેટ લઈ આઈપીએલ રમ્યો, આજે આ ખેલાડીના નામે કંપની બનાવી રહી છે બેટ , જુઓ વીડિયો

Follow us on

કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 9 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડયિમમાં રમાયેલી આઈપીએલ 2023ની 13મી મેચ સૌ કોઈને યાદ હશે. આ મેચમાં કોલકત્તાની ટીમે છેલસ્લા બોલ પર સિક્સ ફટકારી 3 વિકેટથી જીત મેળવી હતી. આ કારનામું અન્ય કોઈ નહિ પરંતુ રિંકુ સિંહે કર્યું હતુ.રિંકુએ IPL 2023માં પોતાની મેચ ફિનિશિંગ કુશળતાથી માત્ર ભારત જ નહીં પરંતુ દેશ-વિદેશના ક્રિકેટ નિષ્ણાતોને પણ પ્રભાવિત કર્યા હતા. 25 વર્ષીય રિંકુને KKR એ 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ લાખોમાં ખરીદવામાં આવેલા આ ખેલાડીએ કરોડોનું કામ કર્યું હતુ.

ક્રિકેટર પાસે બેટ વાપરવાની સલાહ લીધી હતી

હવે SS Cricket Bats કંપની રિંકુ સિંહના નામે બેટ બનાવે છે. આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે ક્રિકેટનો હિરો બની ગયો છે. અને આવી સારી રમત રમે તો કોણ તેનો સાથ ન આપે, તો એસએસ કંપની એ રિંકુ સિંહના નામ પર બેટ બનાવવાનું શરુ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, જ્યારે રિંકુ સિંહે આઈપીએલમાં ડેબ્યુ કર્યું તો તેના વજન પ્રમાણે કેટલા વજનનું બેટ વાપરવું આની સલાહ સુરેશ રૈના પાસેથી લીધી હતી.રૈનાએ તેને લાઈટ બેટ વાપરવાની સલાહ આપી હતી. આ બેટમાં રિંકુ સિંહની સેગ્નેચર પણ આવે છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

 

21 બોલમાં 6 સિક્સ અને 1 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા

છેલ્લા 5 બોલમાં કોલકત્તાને જીતવા માટે 28 રનની જરુર હતી. તો રિંકુએ એક બાદ એક કુલ 5 સિક્સ ફટકારી અને પોતાની ટીમને જીતાડી દીધી હતી. આ મેચમાં તેમણે 21 બોલમાં 6 સિક્સ અને 1 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા.જે બેટથી રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફઠકારી પોતાના નામની છાપ છોડી હતી. તે બેટ પોતાનું નહિ પરંતુ કોલકત્તાના કેપ્ટન નીતિશ રાણાનું હતુ. આ વાતનો ખુલાશો ખુદ નીતિશે મેચ બાદ કર્યો હતો. જેનો વીડિયો કોલકત્તા નાઈટ રાઈડર્સે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

 

આ પણ વાંચો : IPL 2024: નહિ સુધરે હાર્દિક પંડ્યા, પહેલા રોહિત શર્મા અને હવે મલિંગા કેટલી ખુરશી ખાલી કરશે હાર્દિક, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article