Sri Lanka Tour: બે ટીમોને એક સાથે રમાડવાને લઈને રાહુલ દ્રાવિડે કહ્યું, આ લાંબા ગાળાનું સમાધાન નથી

|

Jun 27, 2021 | 11:42 PM

કોરોનાકાળમાં હાલમાં ક્રિકેટ ટીમોને એક બીજા દેશમાં રમવુ મુશ્કેલ છે. દેશમાં ક્વોરન્ટાઈન થયા બાદ આયોજન સ્થળના દેશમાં પહોંચીને ફરી ક્વોરન્ટાઈન થવુ પડી રહ્યુ છે. જેને લઇને ક્રિકેટરોનો મોટો સમય તેમાં વીતી રહ્યો છે.

Sri Lanka Tour: બે ટીમોને એક સાથે રમાડવાને લઈને રાહુલ દ્રાવિડે કહ્યું, આ લાંબા ગાળાનું સમાધાન નથી
Rahul Dravid

Follow us on

ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રાવિડ (Rahul Dravid) હવે નવી જવાબદારી સાથે જોવા મળશે. શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) ખેડનારી ટીમ ઈન્ડીયા સાથે રાહુલ દ્રાવિડ હેડ કોચની ભૂમિકામાં જોવા મળનાર છે. BCCIએ શ્રીલંકા પ્રવાસ પર મુખ્ય ટીમને બદલે અન્ય ટીમ મોકલી છે. રાહુલ દ્રાવિડે બીજી ટીમને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસમાં મર્યાદીત ઓવરની સિરીઝ રમશે. શિખર ધવન ( Shikhar Dhawan)ની આગેવાનીમાં ટીમ યુવાઓથી ભરેલી છે.

 

શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહત્વના અને અનુભવી ખેલાડીઓ હાજર નથી. કારણ કે મુખ્ય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત છે. બીજી ટીમને લઈને રાહુલ દ્રાવિડે વર્ચ્યુઅલ મીટીંગમાં કહ્યું કે યાત્રા પ્રતિબંધો અને ક્વોરન્ટાઈનને કારણે અલગ સ્થિતી છે. કોવિડ19ના કારણે આ અનુમાન લગાવવુ અત્યારે મુશ્કેલ છે. તેમણે કહ્યું જ્યારે દેશો વચ્ચે સફર પ્રતિબંધ થઈ જાય તો શોર્ટ ટર્મ માટે આમ થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

રાહુલ દ્રાવિડે કહ્યું શું આ એક લોન્ગ ટર્મ સમાધાન છે, મને માન્યામાં નથી આવી રહ્યુ. તેના માટે અમારે અન્ય બોર્ડ, સ્પોન્સર, મીડીયા રાઈટ્સ અને હિતધારકો સાથે વાત કરવી પડશે. તેમણે કહ્યું કે બધા ફોર્મેટમાં રમવાવાળા ખેલાડીઓ પર કેટલુક દબાણ ઘટાડે છે. તેમના માટે સતત પ્રતિબંધનો સામનો કરવો મુશ્કેલ છે.

 

દરેક યુવા ચહેરાને તક મળવી મુશ્કેલ

દ્રાવિડે ટીમ શ્રીલંકા પ્રવાસે જતા અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડીઓને રમાડવાને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં પસંદ કરવામાં આવેલ તમામ યુવા ખેલાડીઓને રમાડવાનો મોકો આપવો સંભવ નથી. શિખર ધવનની આગેવાની શ્રીલંકા પ્રવાસ ખેડનારી ટીમના છ ખેલાડીઓ અનકેપ્ડ ખેલાડીઓ છે.

 

તેઓએ કહ્યું કે આ નાના ફોર્મેટમાં અમારાથી અપેક્ષા રાખવીએ કદાચ અયોગ્ય હશે કે દરેકને મોકો મળશે. શ્રીલંકામાં 3-3 વન ડે મેચ અને T20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ રમાનારી છે. આ માટે સિલેકટર્સ પણ શ્રીલંકામાં મોજૂદ હશે. જ્યાં 13 જૂલાઈથી વન ડે શ્રેણીની શરુઆત થનાર છે. જ્યારે 21 જૂલાઈથી T20 મેચ રમાનારી છે.

 

આ પણ વાંચો: Sri Lanka Tour: હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન અને ધવનની પસંદગીની વાનગીની રેસીપીનો વીડિયો BCCIએ કર્યો શેર

Next Article