શું વિરાટ કોહલી-બાબર આઝમ એક જ ટીમમાં રમશે? જાણો આ ચમત્કાર કેવી રીતે થશે?

|

Sep 12, 2024 | 4:02 PM

આફ્રો-એશિયા કપ શરૂ થવાની અટકળો ફરી શરૂ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટ છેલ્લી વખત વર્ષ 2005માં યોજાઈ હતી અને તેમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં જોવા મળ્યા હતા. જો આ ટુર્નામેન્ટ શરૂ થાય છે તો બાબર આઝમ અને વિરાટ કોહલી એક જ ટીમમાં રમતા જોવા મળી શકે છે.

શું વિરાટ કોહલી-બાબર આઝમ એક જ ટીમમાં રમશે? જાણો આ ચમત્કાર કેવી રીતે થશે?
Babar Azam and Virat Kohli (PC-AFP)

Follow us on

વિરાટ કોહલી અને બાબર આઝમ, શાહીન આફ્રિદી અને જસપ્રીત બુમરાહ એક જ ટીમ માટે રમતા જોવા મળી શકે છે અને આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે એવા અહેવાલો છે કે આફ્રો-એશિયા કપ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આફ્રો-એશિયા કપ વર્ષ 2005માં શરૂ થયો હતો, પરંતુ તે બે સિઝન પછી બંધ થઈ ગયો હતો.

શું ફરી થશે આફ્રિકા-એશિયા કપ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે આ ટૂર્નામેન્ટ રોકવાની ફરજ પડી હતી, પરંતુ હવે ફરી એકવાર આફ્રો-એશિયા કપ શરૂ થઈ શકે છે, જેમાં એશિયન ટીમો અને આફ્રિકન ટીમો વચ્ચે સ્પર્ધા થાય છે. એશિયન ટીમમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સામેલ હોય છે. જ્યારે આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને અન્ય આફ્રિકન દેશોના ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે.

રાજકીય અવરોધો તોડી શકે છે આ ટુર્નામેન્ટ!

આફ્રિકન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સમોદ દામોદરે ફોર્બ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ આફ્રો-એશિયા કપને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને અફસોસ છે કે આફ્રો-એશિયા કપ બંધ થઈ ગયો હતો અને તેઓ આ મામલે વધુ પ્રયાસ કરી શક્યા હોત. તેમણે કહ્યું કે જો આ ટુર્નામેન્ટ ફરી શરૂ થાય તો રાજકીય અવરોધો તોડી શકે છે. તેમને ખાતરી છે કે તમામ ખેલાડીઓ આ માટે તૈયાર હશે.

આજનું રાશિફળ તારીખ : 08-04-2025
19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

કેવી હશે એશિયાની પ્લેઈંગ ઈલેવન?

જો કે, જો આફ્રો-એશિયા કપ થશે તો એશિયન ટીમની પ્લેઈંગ ઈલેવન ઘણી મજબૂત હશે. આ ટીમમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે રમતા જોવા મળશે. ચાલો હવે તમને જણાવીએ કે એશિયન ટીમની સૌથી શક્તિશાળી પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.

એશિયન ટીમની સૌથી મજબૂત પ્લેઈંગ ઈલેવન

મોહમ્મદ રિઝવાન અને રોહિત શર્મા એશિયન ટીમના ઓપનર હશે. વિરાટ કોહલી ત્રીજા નંબરે, બાબર આઝમ ચોથા ક્રમે અને રિષભ પંત પાંચમા નંબરે હશે. છઠ્ઠા નંબર પર શાકિબ અલ હસન અને સાતમા ક્રમે હાર્દિક પંડ્યા રમવા માટે ફિટ થશે. રાશિદ ખાન જેવો સ્પિનર ​​પણ આ ટીમમાં ચોક્કસપણે જગ્યા બનાવશે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો નસીમ શાહ અને શાહીન આફ્રિદી આ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં હોઈ શકે છે અને ટીમનો સૌથી મોટો સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ હોઈ શકે છે. તે સ્પષ્ટ છે કે આ પ્લેઈંગ ઈલેવનને હરાવવું લગભગ અશક્ય હશે. હવે આશા રાખીએ કે આફ્રો-એશિયા કપ ફરી એકવાર શરૂ થાય અને ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ સાથે મળીને મેદાન પર પોતાની તાકાત બતાવે.

આ પણ વાંચો: IND vs BAN: ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને આપશે ટક્કર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:57 pm, Thu, 12 September 24

Next Article