AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તિરુવનંતપુરમ’ બોલતા સાઉથ આફ્રિકન ખેલાડીઓને લોચા પડ્યા, Video જોઈને તમારું હસવું રોકાશે નહીં

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (Cricket World Cup 2023)આફ્રિકન ખેલાડીઓને તિરુવનંતપુરમ બોલવાનું કહેવામાં આવ્યું હતું, જે લગભગ તમામ ખેલાડીઓ બોલી શકતા ન હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે

'તિરુવનંતપુરમ' બોલતા સાઉથ આફ્રિકન ખેલાડીઓને લોચા પડ્યા, Video જોઈને તમારું હસવું રોકાશે નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 12:01 PM
Share

Cricket World Cup 2023: વર્લ્ડ કપની શરુઆત પહેલા સાઉથ આફ્રિકાના ખેલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓ (Thiruvananthapuram) યોગ્ય રીતે બોલી શકતા નથી.આ વિડિયો જોયા પછી તમારું હસવું રોકાશે નહીં. તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા વીડિયોમાં આફ્રિકન ખેલાડીઓને તિરુવનંતપુરમ બોલવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો, જે લગભગ તમામ ખેલાડીઓ બોલી શક્યા ન હતા પરંતુ કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી આ ટાસ્કને પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓનો આ ખાસ વીડિયો શશિ થરૂરે પણ શેર કર્યો છે.

(source : Shashi Tharoor)

ભારતીય ટીમની ગ્રુપ મેચ

  1. 8 ઓક્ટોબર – ભારત vs ઓસ્ટ્રેલિયા
  2. 11 ઓક્ટોબર – અફઘાનિસ્તાન vs ભારત
  3. 14 ઓક્ટોબર – પાકિસ્તાન vs ભારત
  4. 19 ઓક્ટોબર – બાંગ્લાદેશ vs ભારત
  5. 22 ઓક્ટોબર – ભારત vs ન્યુઝીલેન્ડ
  6. 29 ઓક્ટોબર – ભારત vs ઈંગલેન્ડ
  7. 2 નવેમ્બર – શ્રીલંકા vs ભારત
  8. 5 નવેમ્બર – સાઉથ આફ્રિકા vs ભારત
  9. 12 નવેમ્બર – નેધરલેન્ડ vs ભારત

તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપની શરુઆત 5 ઓક્ટોબરથી શરુ થશે.તે પહેલા ટીમો પ્રેક્ટિસ મેચ રમી રહી છે. સાઉથ આફ્રિકાની ટીમ તેની બીજી પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે રમવા જઈ રહી છે. આ પહેલા અફઘાનિસ્તાન સાથેની તેમની પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ગત વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું

તમને જણાવી દઈએ કે ,સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે શ્રીલંકા સાથે રમવા જઈ રહી છે. આ વખતે વર્લ્ડ કપમાં ટીમ કેટલી આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. ગત વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમને વર્લ્ડ કપમાં ‘ચોકર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.

સાઉથ આફ્રિકાની ટીમ મેગા ઇવેન્ટમાં છેલ્લી ક્ષણે હારી જાય છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ ‘ચોકર્સ’ના ટેગને ખતમ કરી શકશે કે કેમ.વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે.આ વખતે પણ લીગ તબક્કામાં દરેક ટીમે 9 મેચ રમવાની છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાવાની છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">