AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 2nd ODI: રાંચીમાં ભારતીય બોલર્સનો કમાલ, દક્ષિણ આફ્રિકાની બેટીંગ બેહાલ

IND Vs SA 2nd ODI 1st Innings Report Today: ભારતીય ટીમે આશ્ચર્યજનક રીતે વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં તક આપી હતી. આ લેફ્ટ આર્મ સ્પિનર ​​શાહબાઝનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ હતું. સિરાજ સાથે મળીને બંનેએ પ્રથમ 10 ઓવરમાં દક્ષિણ આફ્રિકાને બાંધી રાખ્યું હતું અને આ દરમિયાન બંને ઓપનરોની વિકેટ પણ લીધી હતી.

IND vs SA 2nd ODI: રાંચીમાં ભારતીય બોલર્સનો કમાલ, દક્ષિણ આફ્રિકાની બેટીંગ બેહાલ
South Africa set a target of 279 against India in the 2nd ODI at Ranchi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 6:31 PM
Share

લખનૌમાં રોમાંચક મેચમાં હાર છતાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હિંમત હારી નહીં અને રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં બોલિંગમાં સારા પ્રદર્શન દ્વારા જીતની આશા જીવંત રાખી હતી. મોહમ્મદ સિરાજ અને આવેશ ખાનની ચુસ્ત બોલિંગના સહારે ભારતે દક્ષિણ આફ્રિકાને 50 ઓવરમાં 278 રન સુધી સીમિત રાખ્યું હતું, જેમાં એડન માર્કરામ અને રીઝા હેન્ડ્રીક્સની મોટી ભાગીદારી શામેલ છે. મેચ પહેલા વરસાદ આવવાના ભય વચ્ચે હવામાને મેચ પર પોતાની કૃપા બનાવી અને રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમા મેચ દરમિયાન કોઈ દખલ ન કરી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી રહેલા કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમના ઓપનર સતત બીજી મેચમાં નિષ્ફળ રહ્યા હતા.

વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદનો ટીમમાં સમાવેશ

ભારતીય ટીમે આશ્ચર્યજનક રીતે વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં તક આપી હતી. આ લેફ્ટ આર્મ સ્પિનર ​​શાહબાઝનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ હતું. સિરાજ સાથે મળીને બંનેએ પ્રથમ 10 ઓવરમાં દક્ષિણ આફ્રિકાને બાંધી રાખ્યું હતું અને આ દરમિયાન બંને ઓપનરોની વિકેટ પણ લીધી હતી. સિરાજે ત્રીજી ઓવરમાં ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો, જેણે સ્ટમ્પ પર બોલ રમ્યો. તે જ સમયે, 10મી ઓવરમાં શાહબાઝ અહેમદે યમન માલનને એલબીડબ્લ્યુ આઉટ કરીને તેનો પહેલો શિકાર મેળવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ આપ્યો 279 લક્ષ્યાંક

માત્ર 40 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાને સારી ભાગીદારીની જરૂર હતી અને તે રીઝા હેન્ડ્રીક્સ-એડન માર્કરામની જોડીએ કરી હતી. આ મેચ માટે આફ્રિકન ટીમમાં આવેલા હેન્ડ્રીક્સે માર્કરામ સાથે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. બંનેએ આ સમયગાળા દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી અને દક્ષિણ આફ્રિકાની ઈનિંગ્સને સંભાળી.

સિરાજે આ મજબૂત ભાગીદારીને તોડી નાખી. ભારતીય પેસરે હેન્ડ્રીક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી માર્કરામ અને હેનરિક ક્લાસેન વચ્ચે ટૂંકી ભાગીદારી થઈ, પરંતુ બંને 38મી અને 39મી ઓવરમાં 3 બોલમાં પેવેલિયન પરત ફર્યા. છેલ્લી ઓવરોમાં પણ સિરાજ અને શાર્દુલે કેટલીક સારી ઓવરો નાખીને તેમને ઝડપી રીતે રમવા ન દીધા, પરંતુ ડેવિડ મિલરે કોઈક રીતે ટીમને 278 રન સુધી પહોંચાડી દીધી.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">