IND vs SA: સૌરવ ગાંગુલીને પસંદ આવવા લાગ્યો છે ટીમ ઇન્ડિયાનો ઉભરતો સ્ટાર, કહ્યુ 10 વર્ષ થી 52 ની સરેરાશ થી કરી રહ્યો છે બેટીંગ

|

Dec 18, 2021 | 8:09 AM

ભારતીય ક્રિકેટના બોસ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને આશા છે કે ટીમ ઈન્ડિયા (Team India) નો આ સ્ટાર સાઉથ આફ્રિકાના કપરા પડકાર અને કઠિન કસોટીમાં પોતાને સાબિત કરશે.

IND vs SA: સૌરવ ગાંગુલીને પસંદ આવવા લાગ્યો છે ટીમ ઇન્ડિયાનો ઉભરતો સ્ટાર, કહ્યુ 10 વર્ષ થી 52 ની સરેરાશ થી કરી રહ્યો છે બેટીંગ
Sourav Ganguly

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ટેસ્ટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીઓની કારકિર્દી દાવ પર લાગી ગઈ છે. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ એવા છે જેઓ તેમના પ્રદર્શનથી પ્રભાવિત કરવા અને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઉત્સુક છે. આવા જ એક બેટ્સમેન છે શ્રેયસ અય્યર (Shreyas Iyer), જેણે હાલમાં જ ટીમ ઈન્ડિયા (Team India) માટે જબરદસ્ત ડેબ્યૂ કર્યું છે.

શ્રેયસ હાલમાં સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે છે, જ્યાં તેને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) જેવા સિનિયર બેટ્સમેન કરતાં પ્રાધાન્ય મળી શકે છે. જો શ્રેયસ સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચમાં જોરદાર પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો તે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નિશ્ચિત કરશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ અય્યરને ટીમ ઈન્ડિયામાં જોઈને ખુશ છે અને માને છે કે આવા ખેલાડીને તક આપવી જરૂરી છે.

કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરે બધાને પ્રભાવિત કર્યા હતા. ગાંગુલી પણ તેમાંથી એક છે. ગાંગુલીએ શ્રેયસના રેકોર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે તેને તક આપવાની જરૂર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

BCCI પ્રમુખે કહ્યું, મેં તેની ફર્સ્ટ ક્લાસ એવરેજ જોઈ. તે 10 વર્ષથી 52 ની એવરેજથી રન બનાવી રહ્યો છે અને જો તે આમ કરવાનું ચાલુ રાખશે, તો તે સામાન્ય નહીં રહી શકે. એકવાર તમને આંતરરાષ્ટ્રીય સ્તર પર તમારી ક્ષમતા બતાવવાની તકની જરૂર છે.

 

દક્ષિણ આફ્રિકામાં સારું પ્રદર્શન કરવાની આશા

ગાંગુલીએ શ્રેયસના સૌથી મોટા પડકાર વિશે પણ વાત કરી, જેણે ન્યૂઝીલેન્ડ સામે પોતાના ડેબ્યૂમાં સદી ફટકારી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ગાંગુલીએ કહ્યું કે અય્યરની ખરી કસોટી દક્ષિણ આફ્રિકામાં થશે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું, હું ખૂબ જ ખુશ છું કે તેણે પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેની ખરી કસોટી ત્યારે થશે જ્યારે તે દક્ષિણ આફ્રિકામાં હશે. જ્યારે તે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જશે, જ્યાં ગતિ અને ઉછાળ હશે, આશા છે કે તે સારું પ્રદર્શન કરી શકશે.

 

શ્રેયસ અય્યરનો શાનદાર રેકોર્ડ

10 વર્ષથી નહીં, પરંતુ ઐયર છેલ્લા 7 વર્ષથી સતત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 2014 માં તેની શરૂઆતથી લઈને અત્યાર સુધી, મુંબઈ, ઈન્ડિયા-A અને હવે ભારત માટે રમાયેલી 56 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં, શ્રેયસે 52.10 ની સરેરાશથી 4794 રન બનાવ્યા છે, જેમાં 13 સદી અને 24 અડધી સદીનો સમાવેશ થાય છે. 27 વર્ષીય શ્રેયસે કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને 105 રન બનાવ્યા હતા. ત્યારપછી આગામી દાવમાં પણ 65 રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધી 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 50.50ની એવરેજથી 202 રન બનાવ્યા છે.

 

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ આગળ આવ્યા, તેઓએ કહ્યુ નહોતા આપવા જોઇતા આવા નિવેદન

 

આ પણ વાંચોઃ IND vs SA: દક્ષિણ આફ્રિકામાં ઋષભ પંતના નિશાના પર રેકોર્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની માફક ઇતિહાસ રચવાનો મોકો

Published On - 8:03 am, Sat, 18 December 21

Next Article