સૌરવ ગાંગુલીએ ચાહકોને આપ્યા 5 સારા સમાચાર, IPL પર પણ આપ્યું મોટું અપડેટ

|

Sep 22, 2022 | 4:36 PM

આવતા વર્ષે મહિલા IPLનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે અંદાજે ત્રણ વર્ષ પછી, સમગ્ર ઘરેલું સિઝનનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા ક્રિકેટ અંગેના મોટા નિર્ણયો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

સૌરવ ગાંગુલીએ ચાહકોને આપ્યા 5 સારા સમાચાર, IPL પર પણ આપ્યું મોટું અપડેટ
સૌરવ ગાંગુલીએ ચાહકોને આપ્યા 5 સારા સમાચાર
Image Credit source: PTI

Follow us on

Sourav Ganguly: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ચાહકોને પાંચ મોટા સમાચાર આપ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટને રાજ્ય એસોસિએશનને મેલ કરીને આગામી સિઝનમાં મોટા અપડેટ્સ વિશે માહિતી આપી હતી. ગાંગુલીના પાંચ મોટા નિર્ણયોથી ક્રિકેટ ચાહકો પણ ઘણા ખુશ થશે. ગાંગુલીએ આ સમયગાળા દરમિયાન આઈપીએલ (IPL)માં થઈ રહેલા મોટા અપડેટ્સ વિશે પણ જણાવ્યું, જેથી આ ટૂર્નામેન્ટ ફરીથી જૂની સ્ટાઈલમાં જોવા મળશે.

ગાંગુલીએ ચાહકોને પાંચ મોટા સમાચાર આપ્યા

  1. મહિલા આઈપીએલની પ્રથમ સીઝન આગામી વર્ષે રમાશે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે 2023 પહેલા મહિલા આઈપીએલની શરુઆત થશે. જેના માટે તૈયારીઓ ચાલી રહી છે. આવનારા થોડા દિવસોમાં જ આ વિશે વિસ્તુત જાણકારી આપવામાં આવશે. ગાંગુલીએ 20 સપ્ટેમ્બરના રોજ મોકલેલા મેલમાં કહ્યું કે, બીસીસીઆઈ હાલમાં બહુપ્રતિક્ષિત મહિલા IPLના આયોજન પર કામ કરી રહ્યું છે. તેની પ્રથમ સિઝન આવતા વર્ષની શરૂઆતમાં આયોજિત થઈ શકે છે.
  2. મહિલા આઈપીએલ સિવાય બીસીસીઆઈ આગામી વર્ષથી મહિલાઓ માટે અંડર-15 ટૂર્નામેન્ટની પણ શરુઆત કરશે. બીસીસીઆઈનું માનવું છે કે, મહિલા ક્રિકેટના ઉત્થાનમાં આ ટુર્નામેન્ટ મહત્વનો ભાગ ભજવશે.
  3. આ મેલમાં ભારતના શેડ્યુલને લઈ પણ જાણકારી આપવામાં આવી છે. ભારતીય પુરુષ ટીમ 20 વર્લ્ડકપ બાદ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની મેજબાની કરશે. તો મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ રમશે.
  4. કોવિડ 19 બાદ આઈપીએલમાં ફરી એકવખત તમામ 10 ટીમો પોતાના ઘરે અને વિરોધીના મેદાન પર મેચ રમશે. આઈપીએલ ઉપરાંત, હોમ અને અવે ફોર્મેટ પણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં વાપસી કરશે.
  5. પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
    ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
    TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
    રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
    આજનું રાશિફળ તારીખ : 30-04-2024
    Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
  6. બીસીસીઆઈ 2020 બાદ પ્રથમ વખત ઘરેલું સીઝનનું આયોજન કરી રહ્યું છે. કોરોનાના કારણે છેલ્લા 3 વર્ષથી ઈરાની ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું ન હતુ પરંતુ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે આગામી વર્ષે એટલે કે 2023માં ઈરાની ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. 2019-20ના સીઝનની વિજેતા સૌરાષ્ટ્ર 1થી 5 ઓક્ટોમ્બર વચ્ચે રેસ્ટ ઓફ ઈન્ડિયાનો સામનો કરશે.
Next Article