મહિલાઓ માટે IPL ટૂર્નામેન્ટના આયોજનને લઇ BCCI અધ્યક્ષનુ મોટુ અપડેટ, સૌરવ ગાંગુલીએ બતાવ્યુ ક્યારે કરાશે આયોજન

|

Feb 03, 2022 | 11:46 AM

પ્રતિવર્ષ ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) ટૂર્નામેન્ટ દરમિયાન મહિલા ચેલેન્જર્સ ટ્રોફી (Women Challengers Trophy) નુ આયોજન કરવામા આવે છે.

મહિલાઓ માટે IPL ટૂર્નામેન્ટના આયોજનને લઇ BCCI અધ્યક્ષનુ મોટુ અપડેટ, સૌરવ ગાંગુલીએ બતાવ્યુ ક્યારે કરાશે આયોજન
Sourav Ganguly એ આયોજનને લઇ કહી વાત

Follow us on

જ્યારથી મહિલા મહિલા T20 ચેલેન્જ ટ્રોફી (Women Challengers Trophy) શરૂ થઈ છે, ત્યારથી ઘણા દિગ્ગજોએ મહિલા IPL ની માંગ કરી છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ હવે આ અંગે મોટું અપડેટ આપ્યું છે અને કહ્યું છે કે આ વખતે પણ મે મહિનામાં ફરી એકવાર મહિલા ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. ગાંગુલીએ એ પણ સ્પષ્ટ કર્યું કે આગામી સમયમાં મહિલા IPLનું પણ આયોજન કરવામાં આવશે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા (Team India) આગામી સમયમાં ટેસ્ટ મેચ રમશે.

ભારતમાં, પુરૂષ ક્રિકેટરોને કોઈપણ લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી, પરંતુ અન્ય દેશોની T20 લીગમાં મહિલાઓ ચોક્કસપણે તેમની પ્રતિભા દર્શાવતી જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાની BBLથી લઈને ન્યૂઝીલેન્ડની સુપર લીગ સુધી ભારતીય મહિલા ખેલાડીઓ જોવા મળી છે.

જલ્દી યોજાશે મહિલા IPL

ભારતમાં મહિલા IPLની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી તેના વિશે કોઈ નક્કર યોજના સામે આવી નથી. હવે BCCI પ્રમુખે આ વિશે મોટું અપડેટ આપતા લખ્યું છે કે, ‘ટીમ ઈન્ડિયા આવનારા સમયમાં ટેસ્ટ મેચ રમશે. અમે IPLનું આયોજન કરીશું અને આવનારા સમયમાં અમે મહિલા IPLને મોટા પાયે આયોજિત કરીશું. આવું ત્યારે થશે જ્યારે મહિલા ખેલાડીઓની સંખ્યા વધશે. આ વર્ષે પણ IPL પ્લેઓફ દરમિયાન મહિલા ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહિલા IPL પર પહેલા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું હતુ

ગયા વર્ષના અંતમાં પણ સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે મહિલા IPL નું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે. એક મીડિયા અહેવાલમાં કહ્યું, ‘અમારા મગજમાં મહિલા આઈપીએલ છે. અમે તેના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેના વિશે શું કરવા જઈ રહ્યા છીએ અને આ ટૂર્નામેન્ટ કેવી રીતે આકાર લેશે તે ટૂંક સમયમાં જ જણાવશે. મને લાગે છે કે ટૂંક સમયમાં આ મહિલા IPL શરૂ થશે અને અમે વિદેશી ખેલાડીઓને પણ આમંત્રિત કરીશું. જેથી કરીને તેઓ અમારા સ્થાનિક ખેલાડીઓ સાથે તેમનો અનુભવ પણ શેર કરી શકે.

 

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

 

આ પણ વાંચોઃ ICC U19 World Cup: ટીમ ઇન્ડિયા સળંગ ચોથી વાર વિશ્વકપ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ, ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર

Published On - 11:38 am, Thu, 3 February 22

Next Article