SL vs AUS: શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જીત માટે જબરદસ્ત રોમાંચ ભર્યો ‘ડ્રામા’ સર્જાયો, આ 3 પળોએ દીલ જીતી લીધુ

|

Jun 22, 2022 | 8:24 AM

મેચની છેલ્લી ઓવર (Last Over) એટલે કે ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ઈનીંગના અંતિમ 6 બોલ. ઓસ્ટ્રેલિયાને તે 6 બોલમાં 19 રન બનાવવાના હતા. હાથમાં માત્ર એક જ વિકેટ બાકી હતી. શ્રીલંકા (Sri Lanka) નો હાથ ઉપર હતો, મેચ તેમના જ પક્ષમાં આવી પરંતુ તે રોમાંચક ઓવર રહી હતી.

SL vs AUS: શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જીત માટે જબરદસ્ત રોમાંચ ભર્યો ડ્રામા સર્જાયો, આ 3 પળોએ દીલ જીતી લીધુ
Dasun Shanaka એ અંતિમ ઓવર કરી હતી

Follow us on

શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા (Sri Lanka vs Australia) સામે ચોથી વનડે જીતી લીધી છે. આ સાથે તેણે 5 વનડે મેચોની શ્રેણીમાં 3-1 ની લીડ પણ મેળવી લીધી છે. પરંતુ, અહીં વાત જીત અને હારની નહીં, પરંતુ આ ક્રિકેટ મેચ દરમિયાન છેલ્લી ઓવર (Last Over) માં જોવા મળેલા ડ્રામા વિશે હશે, જેમાં રોમાંચની એક નહીં પરંતુ ત્રણ ક્ષણો હતી. અને, એવી ક્ષણો જેણે ચાહકોના દિલ જીતી લીધા. મેચની છેલ્લી ઓવર એટલે કે ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ઈનીંગના અંતિમ 6 બોલ. ઓસ્ટ્રેલિયા ને તે 6 બોલમાં 19 રન બનાવવાના હતા. હાથમાં માત્ર એક જ વિકેટ બાકી હતી. શ્રીલંકાનો હાથ ઉપર હતો, ગયા પણ તેની તરફેણમાં મેચ, પરંતુ ત્રણ રોમાંચક ક્ષણોમાંથી પસાર થઈ. આ મેચ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) એ કરી હતી અને ખુદ ગબ્બરે જ જોખમ ઉઠાવ્યુ હતુ.

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વનડેમાં શ્રીલંકાએ 4 રને જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા શ્રીલંકાએ ચરિથ અસલંકાની સદીની મદદ વડે ચોથી વનડેમાં 258 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 259 રનનો પીછો કરતા 254 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા વતીથી સૌથી વધુ રન ડેવિડ વોર્નરે બનાવ્યા હતા. તે 99 રન બનાવીને આઉટ થયો હતો.

અંતિમ ઓવરનો રોમાંચ

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ છેલ્લી ઓવરમાં અટકી હતી. મહેમાન ઓસ્ટ્રેલિયાને અંતિમ 6 બોલમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. તે છેલ્લી ઓવરમાં રોમાંચની પ્રથમ ક્ષણ હતી. શ્રીલંકા માટે કેપ્ટન શનાકાએ બોલિંગની કમાન સંભાળી હતી. પ્રથમ બોલ ડોટ રહ્યો હતો. બીજા બોલે મેથ્યૂ કુહનેમેન એ ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર 2 રન બનાવ્યા હતા. એટલે કે ઓવરના પ્રથમ 3 બોલમાં 6 રન બનાવ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હવે મેચમાં રોમાંચનો બીજો વળાંક આવે છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લા 3 બોલમાં 13 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં દરેકને સિક્સરની અપેક્ષા હતી. છગ્ગો તો નથી માર્યો, પરંતુ મેથ્યૂ એ બેક ટુ બેક ચોગ્ગા ચોક્કસ ફટકાર્યા હતા, જે પછી ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલ પર 5 રન કરવાની જરુરી હતી. એટલે કે છગ્ગો હવે જરૂરી બની ગયો હતો અને જો ફોર ગઈ હોત તો મેચ ટાઈ થઈ ગઈ હોત.

અંતિમ બોલે વિકેટ ગુમાવી કાંગારુ ઓલઆઉટ

છેલ્લા બોલ પર બોલિંગ કરી રહેલા શ્રીલંકાના કેપ્ટને કોઈ રન તો ના આપ્યો પરંતુ ઓસ્ટ્રેલિયાની અંતિમ વિકેટ મેથ્યુના રુપમાં ઝડપી લઈને દાવ સમેટી લીધો હતો. આ રીતે મેચ 4 રનના તફાવત સાથે શ્રીલંકાના પક્ષમાં રહી હતી. આ વિજય સાથે શ્રેણી શ્રીલંકાએ કબજે કરી લીધી હતી.

Published On - 8:16 am, Wed, 22 June 22

Next Article