SL vs AUS: ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોરોનાની એન્ટ્રી, હેડ કોચ એક સપ્તાહ બાદ શ્રીલંકાના પ્રવાશે જશે

|

Jun 01, 2022 | 4:02 PM

Cricket Australia : ઓસ્ટ્રેલિયાએ (Cricket Australia) શ્રીલંકાના (Sri Lanka Cricket) પ્રવાસ પર 3 T20, 5 ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

SL vs AUS: ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોરોનાની એન્ટ્રી, હેડ કોચ એક સપ્તાહ બાદ શ્રીલંકાના પ્રવાશે જશે
Andrew McDonald (File Photo)

Follow us on

શ્રીલંકા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ (Andrew McDonald) ને કોરોના થઈ ગયો છે. જેના કારણે હવે કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ એક સપ્તાહ બાદ શ્રીલંકાના પ્રવાસે જશે. એન્ડ્રુ મેકડોનાલ્ડ હવે ટીમ સાથે શ્રીલંકા જશે નહીં. તેઓએ 7 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. એન્ડ્રુ મેકડોનાલ્ડ પ્રથમ ટી20 મેચ સુધી ટીમ સાથે રહેશે નહીં. જો કે તે 8મી જૂને યોજાનારી ટી20 પહેલા ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે હેડ કોચ તરીકે એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ (Andrew McDonald) નો આ પહેલો પ્રવાસ છે. જસ્ટિન લેંગરની જગ્યાએ આ ખેલાડીને ટીમની કમાન સોંપવામાં આવી છે. પરંતુ કોરોનાને કારણે મેકડોનાલ્ડ્સને રાહ જોવી પડશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તો બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડ્સની ગેરહાજરીમાં માઈક ડી વિનુટો ટીમના મુખ્ય કોચ રહશે. આ સિવાય સ્પિન બોલિંગ કોચ એસ શ્રીરામ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્લિન્ટ મેકેને પણ ટી20 અને વનડે શ્રેણી માટે ટીમના સપોર્ટ સ્ટાફમાં ટીમ સાથે જોડાશે.

 

ડેનિયલ વિટોરી પણ ટીમને સાથ આપશે

તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરી અને આન્દ્રે બોરોવેક 2 ટેસ્ટ મેચની સીરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાશે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામે 3 મેચની T20 સીરીઝ રમશે. આ પછી 5 મેચની વનડે શ્રેણી અને છેલ્લે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. તમને જણાવી દઈએ કે પેટ કોમિસ અને એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં સામેલ નથી. કમિન્સને આરામ આપવામાં આવ્યો છે અને ઝમ્પા પિતા બનવાના કારણે તે હાલ રજા પર છે.

શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાના પ્રવનો કાર્યક્રમ

તમને જણાવી દઈએ કે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી T20 સીરીઝ શરૂ થશે. જેમાં પ્રથમ T20 મેચ કોલંબોમાં રમાશે. બીજી T20 મેચ 8 જૂને કોલંબોમાં રમાશે અને ત્રીજી T20 મેચ 11 જૂને પલ્લેકેલે ખાતે રમાશે. ત્યાર બાદ 5 મેચોની શ્રેણી 14 જૂન, 16 જૂન, 19 જૂન, 21 જૂન અને 24 જૂનના રોજ રમાશે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 જૂનથી ગાલેમાં ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. બીજી ટેસ્ટ પણ 8 જુલાઈથી ગાલેમાં જ શરૂ થશે. શ્રીલંકામાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઓસ્ટ્રેલિયન ટીમનો શ્રીલંકાના પ્રવાસને સ્થગિત કરવામાં આવી શકે છે. જોકે તેવું હજુ સુધી ઓફિસિયલ કઇ જાણ કરવામાં આવી નથી. સિરીઝ સમયસર યોજાશે અને હવે એશિયા કપનું સ્થળ બદલવાની શક્યતા પણ ઓછી છે.

Next Article