
Most Hundred For India In 2025 : વર્ષ 2025 ભારતીય ક્રિકેટ માટે યાદગાર રહ્યું છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ 2 મોટા ખિતાબ જીત્યા છે. વનડે ફોર્મેટમાં ચેમ્પિયન ટ્રોફી પોતાને નામ કરી અને ટી20 ફોર્મેટમાં એશિયા કપની ટ્રોપી પર કબ્જો કર્યો છે. બેટિંગની નજરે જોઈએ તો આ વર્ષ ખુબ શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયા દ્વારા અનેક બેટ્સમેનોએ આ પ્રદર્શન કર્યું છે અને ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. વર્ષે 2025માં ભારત માટે સૌથી વધારે ઈન્ટરનેશલ સદી ફટકારવા મામલે 26 વર્ષનો એક ખેલાડી સૌથી આગળ છે.
આ કેલેન્ડર વર્ષમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું અને ઈન્ટરનેશનલ ક્રિકેટ (ટી20, વનડે અને ટેસ્ટ)માં ભારત માટે સૌથી વધારે સદી ફટકારી છે. ગિલે આખા વર્ષમાં કુલ 7 સદી ફટકારી છે. જે કોઈ પણ ભારતીય બેટ્સમેન કરતા વધારે છે. આ વર્ષે તેમણે ટેસ્ટમાં સૌથી વધારે 5 સદી ફટકારી છે. તો વનડે માં તેના બેટમાંથી 2 સદી આવી છે. આ સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન આ વર્ષ 5 સદી ફટકારી શક્યો નથી.
ગિલ હાલમાં ટીમ સિલેક્શનને લઈ ખુબ ચર્ચામાં છે. બીસીસીઆઈએ આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમમાં શુભમન ગિલને સામેલ કરવામાં આવ્યો નથી. ગિલ હાલમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમનો વાઈસ કેપ્ટન હતો પરંતુ ટી20 ફોર્મેટમાં તેના પ્રદર્શનને જોઈ સીલેક્ટરે આ નિર્ણય લીધો હતો. વર્ષ 2025માં તેમણે કુલ 15 ટી20 મેચ રમી અને 291 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક પણ અડધી સદી આવી નથી.
વર્ષ 2025માં ગિલ બાદ સૌથી વધારે સદી ફટકાવનાર ખેલાડી યશસ્વી જ્યસ્વાલ છે. યશસ્વી જ્યસ્વાલે આ કેલેન્ડર વર્ષણાં કુલ 4 સદી ફટકારી છે. આ દરમિયાન તેમણે પોતાના વનડે કરિયરમાં પહેલી સદી ફટકારી હતી. તો વિરાટ કોહલીએ 3 સદીની સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. કે.એલ રાહુલ પણ 3 સદી ફટકારી ચૂક્યો છે. બીજી બાજુ રોહિત શર્મા અને પંતના બેટમાંથી 2-2 સદી આવી છે.