Shubman Gill ના અરમાનો પર ફરી વળ્યું વરસાદી પાણી, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડતા ચૂકી ગયો

|

Jul 28, 2022 | 8:09 AM

Cricket : વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝમાં શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને સીરિઝની અંતિમ મેચમાં મેન ઓફ ધ મેચની સાથે મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ પણ મળ્યો હતો.

Shubman Gill ના અરમાનો પર ફરી વળ્યું વરસાદી પાણી, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડતા ચૂકી ગયો
Shubman Gill (PC: Twitter)

Follow us on

બુધવારે ટીમ ઈન્ડિયા (Team India) ના યુવા ઓપનર શુભમન ગિલ (Shubman Gill) ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારવાની આશાને વરસાદે બરબાદ કરી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની ત્રીજી વનડેમાં શુભમન 98 બોલમાં 98 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે 36મી ઓવરમાં વરસાદને કારણે રમત બંધ કરવામાં આવી ત્યારે શુભમન ગિલ તેની પ્રથમ સદીથી 2 રન દૂર હતો. પરંતુ વરસાદ બંધ ન થયો અને શુભમન 98 રને અણનમ રહેતા ભારતીય દાવ 3 વિકેટે 225 રને સમાપ્ત થયો.

એશિયા બહાર સૌથી યુવા સદીવીર બનવાથી ચુક્યો

આ સાથે શુભમન ગિલ (Shubman Gill) એશિયાની બહાર વન-ડે માં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બનવાના સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના રેકોર્ડથી ચૂકી ગયો હતો. સચિને 23 વર્ષ 291 દિવસની ઉંમરે વન-ડે ક્રિકેટમાં એશિયા બહાર તેની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ઝિમ્બાબ્વે સામે દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં 104 રન બનાવ્યા હતા. સચિનનો તે રેકોર્ડ આજ સુધી યથાવત છે.

વિન્ડીઝ સામેની સીરિઝમાં ગિલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો

વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં શુભમન ગિલ (Shubman Gill) નું બેટ જોરદાર રહ્યું હતું. રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં શુભમન ગિલે શિખર ધવન સાથે ઈનિંગની શરૂઆત કરવાની જે તક મળી હતી તે જવા ન દીધી. પ્રથમ વનડેમાં ગિલે 53 બોલમાં 64 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બીજી વનડેમાં તે 49 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો અને બીજી અડધી સદી કરવાથી ચુક્યો હતો. ત્રીજી વનડેમાં તેણે પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું અને 98 બોલમાં 98 રન બનાવીને અણનમ રહ્યો અને કમનસીબે તેની સદી પૂરી કરી શક્યો નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સીરિઝમાં સૌથી સફળ બેટ્સમેન બન્યો

શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ત્રણ ઈનિંગમાં 102.50ની એવરેજ અને સમાન સ્ટ્રાઈક રેટથી કુલ 205 રન બનાવ્યા અને એક વખત અણનમ રહ્યો. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. શુભમન ગિલ શ્રેણીનો સૌથી સફળ બેટ્સમેન હતો. તે પછી બીજા ક્રમે શિખર ધવન (168) અને ત્રીજા ક્રમે શ્રેયસ અય્યર (161) છે.

ઓપનર્સની અનિચ્છનીય ક્લબમાં એન્ટ્રી થઇ

શુભમન ગિલ ભારતીય ખેલાડીઓની અનિચ્છનીય ક્લબમાં જોડાઈ ગયો છે. તે ઓપનર તરીકે વન-ડે માં 90 થી વધુ રન બનાવ્યા પછી અણનમ રહ્યો હતો. આ ક્લબમાં જોડાનાર તે છઠ્ઠો ભારતીય ઓપનર છે. તેમની પહેલા કૃષ્ણમાચારી શ્રીકાંત (93*), સુનીલ ગાવસ્કર (92*), સચિન તેંડુલકર (96*), વિરેન્દ્ર સેહવાગ (99*), શિખર ધવન (97*) ઇનિંગ્સની શરૂઆત કર્યા બાદ નર્વસ નાઇનટીનના શિકાર બન્યા હતા.

Next Article