Shubman Gill Six : શુભમન ગિલે ફટકાર્યો 104 મીટરનો ગગનચુંબી છગ્ગો, સ્ટેડિયમ બહાર ગયો બોલ, Watch Video

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન અને શુભમન ગિલે ત્રણેય વનડેમાં ભારતને મજબૂત શરૂઆત અપાવી છે. બુધવાર (27 જુલાઈ)ના રોજ રમાયેલી ત્રીજી ODIમાં શુભમન ગિલે એવો શોટ લગાવ્યો કે બોલ સ્ટેડિયમની બહાર ગયો. આ શોટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Shubman Gill Six : શુભમન ગિલે ફટકાર્યો 104 મીટરનો ગગનચુંબી છગ્ગો, સ્ટેડિયમ બહાર ગયો બોલ, Watch Video
Shubman Gill Six (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 7:22 AM

બુધવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) વચ્ચે શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને શિખર ધવન (Shikhar Dhawan), શુભમન ગિલ (Shubman Gill) ની જોડીએ શાનદાર શરૂઆત કરી. શુભમન ગિલે પોતાની ઇનિંગનો એવો જોરદાર શોટ લગાવ્યો કે બોલ સ્ટેડિયમની બહાર ગયો.

ભારતની ઈનિંગની 15મી ઓવરમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સ્પિનર ​​હેડન વોલ્શ બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે શુભમન ગિલ સ્ટ્રાઈક પર હતો. ઓવરના બીજા બોલ પર શુભમન ગિલ આગળ વધ્યો અને બોલને લોંગ ઓન તરફ ફટકાર્યો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગિલે 104 મીટર ઉચો છગ્ગો ફટકાર્યો

આ બોલ એટલો ઊંચો અને દૂર ગયો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. શુભમન ગિલ (Shubman Gill) નો આ છગ્ગો 104 મીટર લાંબો હતો અને બોલ સ્ટેડિયમની છત પર નીકળી ગયો હતો. આ પછી અમ્પાયરોએ બોલ બદલવો પડ્યો હતો. ત્યાર બાદ મેચ આગળ વધી શકી હતી.

ત્રણેય વન-ડેમાં ધવન-ગિલની જોડાએ ભારતને શાનદાર શરૂઆત અપાવી

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડિઝ સામેની આ વન-ડે સિરીઝમાં શિખર ધવન અને શુભમન ગિલે ભારત માટે ઓપનિંગ કરી હતી અને ત્રણેય મેચમાં આ ખેલાડીઓએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શિખર ધવન અને શુભમન ગિલ આ સિરીઝમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

ભારતે વેસ્ટ ઇન્ડિઝના સુપડા સાફ કર્યા

ભારતીય ટીમે ત્રીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરતા ડકવર્થ એન્ડ લુઈસના (Duckworth & Lewis) નિયમોને આધિન જીત મેળવી હતી. એ સાથે જ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 એક દિવસીય મેચની શ્રેણીમાં 3-0થી જીત મેળવી. ત્રીજી વનડેમાં ડકવર્થ લુઈસ નિયમ હેઠળ વેસ્ટ ઈન્ડિઝને 35 ઓવરમાં 257 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ કેરેબિયન ટીમ 26 ઓવરમાં 137 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. વરસાદ બાદ બદલાયેલી પરિસ્થિતિનો ભારતીય બોલરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યું ન હતું. વેસ્ટ ઇન્ડિઝના સુકાની નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગે સૌથી વધુ 42-42 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તો શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ અને અક્ષર પટેલ-પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">