
શુભમન ગિલે આખરે તે કર્યું જે દરેક ભારતીય ચાહક તેની પાસેથી અપેક્ષા રાખતા હતા. ગિલે ઇંગ્લેન્ડમાં પોતાનું અદ્ભુત ફોર્મ દેખાડીને એજબેસ્ટન ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારી. લીડ્સ ટેસ્ટમાં શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની પહેલી ઇનિંગમાં સદી ફટકારી અને હવે તેણે બીજી ટેસ્ટની પહેલી ઈનિગમાં ડબલ સેન્ચુરી ફટકારી છે. આ ડબલ સેન્ચુરી સાથે તેણે ઘણા રેકોર્ડ તોડ્યા. ચાલો તમને જણાવીએ કે શુભમન ગિલે કયા પરાક્રમો કર્યા છે.
શુભમન ગિલે તેની કારકિર્દીમાં ઘણી મોટી ઇનિંગ્સ રમી છે, પરંતુ એજબેસ્ટન ટેસ્ટમાં તેની બેવડી સદી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક હશે. શુભમન ગિલે આ ઇનિંગ્સમાં ખૂબ ઓછા ખરાબ શોટ રમ્યા હતા. તેણે માત્ર પોતાના રન જ નહીં પરંતુ તેના સાથી ખેલાડીઓ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. કરુણ નાયર અને ઋષભ પંત સાથે તેમની ભાગીદારી પચાસથી વધુ રનની હતી પરંતુ રવિન્દ્ર જાડેજા સાથે મળીને તેમણે 200 થી વધુ રન ઉમેર્યા, જેના કારણે ભારતીય ટીમ 500 થી વધુ રન બનાવવામાં સફળ રહી.
શુભમન ગિલ જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર આવ્યો ત્યારે તેના ટીકાકારો કહેતા હતા કે આ ખેલાડી પાસે વિદેશી ધરતી પર એક પણ સદી નથી, પરંતુ ગિલે લીડ્સમાં સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા અને હવે આ ખેલાડીએ બેવડી સદી ફટકારીને તેમના મોં હંમેશા માટે બંધ કરી દીધા છે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો