
બાર્બાડોસનું કેન્સિંગ્ટન ઓવલ મેદાન T20 વર્લ્ડ કપ 2024ના સૌથી મોટા મુકાબલો માટે તૈયાર છે. આ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબની જંગ ખેલાશે. T20 વર્લ્ડ કપની ફાઈનલ શાનદાર બનવા જઈ રહી છે કારણ કે ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.
ખેર, અહીં મોટો પ્રશ્ન એ છે કે કઈ ટીમ કોના ઉપર વિજય મેળવશે અને કયો ખેલાડી તેની ટીમને ખિતાબની લડાઈ જીતાડશે? T20 વર્લ્ડ કપ ફાઈનલમાં એક અદભૂત સંયોગ છે જે તમને આશ્ચર્યચકિત કરશે. આ સંયોગ પ્રમાણે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ ફાઈનલમાં કંઈ કરી શકશે નહીં. ચાલો તમને જણાવીએ કે આ મામલો શું છે?
T20 વર્લ્ડકપની છેલ્લી 8 ફાઈનલ મેચોમાં ક્યારેય કોઈ બેટ્સમેન કે બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો નથી. દરેક વખતે ફાઈનલ મેચમાં કોઈને કોઈ ઓલરાઉન્ડર કે વિકેટકીપર પોતાની ટીમની જીતનું કારણ બન્યા છે.
મતલબ, સંયોગ એવો સંકેત આપી રહ્યો છે કે T20 વર્લ્ડ કપ 2024માં માત્ર એક ઓલરાઉન્ડર જ પ્લેયર ઓફ ધ મેચ બનશે. હવે તે ભારતના હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કે પછી આફ્રિકાના માર્કો જેન્સન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન હશે, એ સમય જ કહેશે.
આ પણ વાંચો: IND vs SA: બાર્બાડોસમાં ફાઈનલ દરમિયાન કેટલો વરસાદ પડશે? જાણો દર કલાકની પરિસ્થિતિ
Published On - 5:46 pm, Sat, 29 June 24