IND vs ZIM: શિખર ધવનની કેપ્ટનશિપ હટાવવાને લઈ ફેન્સ રોષે ભરાયા, કહ્યુ-સિનિયર ખેલાડીઓનુ સન્માન કરો

|

Aug 12, 2022 | 10:27 AM

ભારતીય ટીમ (Indian Cricket Team) આગામી સપ્તાહે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન વન ડે શ્રેણી રમશે, જ્યાં ત્રણ વન ડે મેચ રમશે. આ માટે પહેલાથી જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઘોષણા BCCI એ કરી દીધી છે.

IND vs ZIM: શિખર ધવનની કેપ્ટનશિપ હટાવવાને લઈ ફેન્સ રોષે ભરાયા, કહ્યુ-સિનિયર ખેલાડીઓનુ સન્માન કરો
Shikhar Dhawan ને બદલે KL Rahul ઝિમ્બાબ્વે પ્રવાસમાં સુકાની

Follow us on

ભારતીય ટીમ (Indian Cricket Team) હવે ઝિમ્બાબ્વે પ્રવાસે ખેડી રહી છે. આ માટે પહેલા શિખર ધવનની આગેવાનીમાં ઝિમ્બાબ્વે પ્રવાસે ટીમ ઈન્ડિયા પહોંચવાની હોવાની જાહેરાત કરાઈ હતી. જે માટેની સ્ક્વોડ પણ ભારતીય ક્રિકેટ બોર્ડે દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી, વેસ્ટ ઈન્ડિઝમાં વન ડે સિરીઝમાં શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા વિજય મેળવ્યો હતો અને હવે ઝિમ્બાબ્વેમાં પણ ચાહકોને આવી જ આશા હતી. આ દરમિયાન ગુરુવારે રાત્રે BCCI એ ટીમના સુકાની પદને લઈ ફેરફાર કરતો નિર્ણય કર્યો હતો. શિખર ધવન (Shikhar Dhawan) ને સ્થાને કેએલ રાહુલ (KL Rahul) ને આ જવાબદારી સોંપવામાં આવી છે.

શિખર ધવનને હટાવી કેએલ રાહુલને ભારતીય ટીમનુ સુકાની પદ સોંપવાને લઈ ક્રિકેટ ચાહકોમાં રોષ ઉભરી આવ્યો છે. અહીં વિરોધ કેએલ રાહુલનો થઈ રહ્યો નથી, પરંતુ શિખર ધવન સિનિયર છે અને તેને પહેલાથી જ સુકાની તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સિનિયર ખેલાડીઓના સન્માનને લઈ ચાહકોએ રોષ ઠાલવ્યો હતો. ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર આ અંગે કોમેન્ટ પોષ્ટ કરી હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

રાહુલ બે માસથી મેદાનથી દૂર

કેએલ રાહુલ છેલ્લા બે મહિનાથી ક્રિકેટ મેદાનથી દૂર છે. તે પહેલા પોતાની ઈજાને લઈ સર્જરી કરાવવાને લઈ દૂર રહ્યો હતો અને બાદમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા જ કોરોના સંક્રમિત જણાતા કે ક્રિકેટથી દૂર રહેવા મજબૂર રહ્યો હતો. હવે તે ઝિમ્બાબ્વે પ્રવાસ ખેડવા જઈ રહ્યો છે, જેમાં તે કેપ્ટન તરીકે એક્શનમાં જોવા મળશે. જ્યારે સિનિર શિખર ધવન તેનો ડેપ્યુટી તરીકે જોવા મળશે.

 

 

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમ

કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

Published On - 10:26 am, Fri, 12 August 22

Next Article