ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનને કચકચાવીને પડી થપ્પડ઼, જુઓ Viral Video

|

Jan 26, 2022 | 10:42 AM

શિખર ધવને (Shikhar Dhawan) દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું, હવે તેનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનને કચકચાવીને પડી થપ્પડ઼, જુઓ Viral Video
Shikhar dhawan એ દક્ષિણ આફ્રિકામાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

Follow us on

ભારતીય ઓપનર શિખર ધવને દક્ષિણ આફ્રિકા (Shikhar Dhawan) ના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરીને તેના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. ગબ્બરના બેટથી ODI શ્રેણીમાં 2 અર્ધસદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા (Team India) ભલે ODI સિરીઝ જીતી ન હોય પરંતુ ધવને તેના ફેન્સનું દિલ ચોક્કસ જીતી લીધું. દક્ષિણ આફ્રિકાની પીચ પર બેટિંગ કર્યા બાદ હવે શિખર ધવને પણ સોશિયલ મીડિયાની પીચ પર જબરદસ્ત બેટિંગ કરી છે. ધવને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવો એક વીડિયો (Shikhar Dhawan funny Video) શેર કર્યો છે જેને જોઈને તમારું હસવું રોકાશે નહીં. આ વીડિયોમાં શિખર ધવનને થપ્પડ લાગી રહી છે.

શિખર ધવનને તેના પિતાએ જ થપ્પડ મારી હતી. વાસ્તવમાં ધવનને ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખ છે અને આ વખતે તેણે તેના પિતા સાથે રીલ બનાવી છે. આ રીલમાં શિખર ધવન તેના પિતાની સામે ફિલ્મી ડાયલોગ બોલે છે અને ત્યારે જ તેને ઠપકો મળે છે. શિખર ધવનનો આ વીડિયો ચાહકોમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી ઋતુરાજ ગાયકવાડે પણ શિખરના આ વીડિયો પર કોમેન્ટ કરીને તેને સલામ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રીલમાં શિખર ધવન તેના પિતાની સામે ફિલ્મી ડાયલોગ બોલે છે અને ત્યારે જ તેને ઠપકો મળે છે. શિખર ધવનનો આ વીડિયો ચાહકોમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી ઋતુરાજ ગાયકવાડે પણ શિખરના આ વીડિયો પર કોમેન્ટ કરીને તેને પ્રણામ કર્યુ હતુ.

 

 

ધવન દક્ષિણ આફ્રિકામાં ધોવાઈ ગયો

શિખર ધવને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ 169 રન બનાવ્યા હતા. ધવનના બેટએ 3 મેચમાં 56થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. ધવને પ્રથમ અને ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 79 રન હતો. શિખર ધવન છેલ્લા 8-9 વર્ષથી સારું પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ તેમ છતાં તેની જગ્યા હંમેશા જોખમમાં જોવા મળે છે. આ વખતે પણ ધવનને સવાલ કરવામાં આવી રહ્યો હતો પરંતુ ગબ્બરે ટીકાકારોને બેટથી જવાબ આપ્યો.

શિખર ધવનનું હવે પછીનું લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝ સામે રન બનાવવાનું રહેશે. 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની ત્રણેય મેચ અમદાવાદમાં રમાશે. હજુ સુધી વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ધવનનું સ્થાન નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. જો રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં વાપસી કરે છે તો ધવન તેની સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે, જ્યારે કેએલ રાહુલ નંબર 4 પર રમતા જોવા મળી શકે છે. આ બેટિંગ ઓર્ડર ટીમ ઈન્ડિયાને કેટલો ફાયદો આપે છે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચોઃ  Virat Kohli: જે દિવસે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી તે દિવસે શું થયું? સામે આવી અજાણી વાતો

આ પણ વાંચોઃ  ICC Trophy ના મુદ્દે વિરાટ કોહલીના બચાવમાં રવિ શાસ્ત્રી, કહ્યુ ગાંગુલી અને દ્રવિડ પણ નહોતા જીત્યા વિશ્વકપ

Published On - 8:47 am, Wed, 26 January 22

Next Article