શાહરૂખ ખાન સહિત આ સ્ટાર્સે મહિલા ક્રિકેટરોની ફી પર ખુશી વ્યક્ત કરી

|

Oct 28, 2022 | 11:01 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક નિર્ણયથી સમગ્ર દેશ ખુશ થઈ ગયો છે. બોલિવુડના સ્ટારે પણ ખુશી વ્યકત કરી છે.

શાહરૂખ ખાન સહિત આ સ્ટાર્સે મહિલા ક્રિકેટરોની ફી પર ખુશી વ્યક્ત કરી
Shahrukh Khan
Image Credit source: Instagram

Follow us on

Women Cricket Team Equal Payment: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ખેલાડીઓ માટે મોટો નિર્ણય લીધો છે, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. બોર્ડના નિર્ણયથી દરેક લોકો ખૂબ જ ખુશ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેરાત કરી હતી કે, હવે ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓ જેટલી જ ફી આપવામાં આવશે. આ સમાચાર સામે આવ્યા બાદ મોટી-મોટી હસ્તીઓએ તેના પર ખુશી વ્યક્ત કરી છે. જેમાં આપણા બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ નથી.શાહરુખ ખાન સહિત સ્ટારે ટ્વિટ કરી બીસીસીઆઈના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભકામના પાઠવી છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વાતને જાણકારી આપી હતી. તેના આ ટ્વિટ પર શાહરુખખાને પણ ટ્વિટ કર્યું છે. કિંગ ખાને લખ્યું કે,સારો ફ્રંટ ફુટ શોર્ટ છે રમતગમત અનેક બાબતોમાં સમાનતા શીખવે છે, આશા છે કે આ નિર્ણય અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

અભિનેત્રી તાપસી પન્નુએ પણ ક્રિકેટ બોર્ડના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે તેમણે ટ્વિટ કર્યું કે, સમાન કાર્ય માટે સમાન પગાર લઈ આ મોટું પગલું છે, આભાર બીસીસીઆઈ એક ઉદાહરણ રજુ કરવા માટે તાપસી સિવાય અનુષ્કા શર્માએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીનો સ્કીનશોર્ટ શેર કરી બીસીસીઆઈના આ નિર્ણયને આવકાર્યો છે. અનુષ્કાએ જ્યારથી વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેની ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ ખુબ જોવા મળી રહ્યો છે.

 

 

તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વિટ કરતા લખ્યું કે, મને એ વાતની જાહેરાત કરતા ખુશી થાય છે કે,BCCIએ ભેદભાવનો સામનો કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. પુરુષ અને મહિલા ક્રિકેટરો બંન્ને માટે ફી સમાન હશે કારણ કે, અમે ક્રિકેટમાં જાતીય સમાનતાના એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છે. જય શાહે ટ્વિટમાં આગળ કહ્યું મહિલા ક્રિકેટરોને તેના સાથી પુરુષ ખેલાડીઓની બરાબરી પર મેચની ફી આપવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રુપિયા, વનડે માટે 6 લાખ રુપિયા અને ટી20 માટે 3 લાખ રુપિયા આપવામાં આવશે. જય હિન્દ

Published On - 10:57 am, Fri, 28 October 22

Next Article