T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે શાહીન આફ્રિદી સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર શાહીનના નવા કોન્ટ્રાક્ટના છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર કેનેડા ગ્લોબલ T20 લીગમાં રમી રહ્યા હોવાની ચર્ચા છે. ઈંગ્લેન્ડની લીગ ધ હન્ડ્રેડ સાથેનો કરાર સમાપ્ત કર્યા પછી શાહીન આફ્રિદી સાથે સંબંધિત આ નવો વિકાસ છે. શાહિને તેના પરિવાર સાથે સમય પસાર કરવાની જરૂરિયાત દર્શાવીને સતત બીજી સિઝનમાં ધ હન્ડ્રેડ સાથે રમવાનો ઈનકાર કર્યો હતો. તે ધ હન્ડ્રેડમાં વેલ્સ ફાયર ટીમનો ભાગ હતો.
શાહીન આફ્રિદીએ ગયા વર્ષે ધ હન્ડ્રેડમાં તેની પ્રથમ સિઝન વેલ્સ ફાયર ટીમ સાથે રમી હતી. ત્યારબાદ તેણે 6 મેચમાં 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ સિઝન રમ્યા બાદ, વેલ્સ ફાયર ટીમે તેને આ વર્ષની સિઝન માટે પણ રિટેન કર્યો હતો. આ માટે તેણે શાહીનને 1 કરોડ 66 લાખ રૂપિયાથી વધુનો પગાર પણ આપ્યો હતો. પરંતુ, શાહીને આ કરાર તોડવાનો અને વર્ષ 2024માં ધ હન્ડ્રેડ લીગમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. ECBએ પણ હવે ધ હન્ડ્રેડથી તેના અલગ થવાને મંજૂરી આપી દીધી છે.
ધ હન્ડ્રેડ છોડ્યા બાદ શાહીન આફ્રિદીએ નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે તે આ વર્ષે વેલ્સ ફાયર માટે નહીં રમવાથી દુઃખી છું. છેલ્લી સિઝન ખૂબ જ મજેદાર હતી. રમવાની મજા આવી. શાહીને પોતાના નિવેદનમાં ખાસ કરીને વેલ્સ ફાયર કોચ માઈક હસ્સીનો ઉલ્લેખ કર્યો હતો. અને 2024 સિઝન માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી.
ધ હન્ડ્રેડથી અલગ થયા બાદ શાહીન શાહ આફ્રિદી હવે કેનેડા ગ્લોબલ T20 લીગની આગામી સિઝનમાં રમવાના અહેવાલ છે. આ માટે તેમની વાતચીત પણ ચાલી રહી છે. મતલબ તેના રમવા અંગે હજી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ.
કેનેડા ગ્લોબલ T20 એ જ ક્રિકેટ લીગ છે જેના ફ્રેન્ચાઈઝી માલિકોએ શાહીનના સસરા એટલે કે શાહિદ આફ્રિદી પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. શાહિદ આફ્રિદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખીને આ વાતને સાર્વજનિક કરી હતી, જેમાં તેણે ICCને ટેગ પણ કર્યું હતું. શાહિદ આફ્રિદીના જણાવ્યા અનુસાર, લીગ ફ્રેન્ચાઈઝીએ તેના સહિત ઘણા ખેલાડીઓના બાકી લેણાં ચૂકવ્યા નથી. આવી સ્થિતિમાં, તે જોવું ખૂબ જ રસપ્રદ છે કે તેનો જમાઈ એટલે કે શાહિન આફ્રિદી હવે આ લીગ સાથે જોડાય છે કે નહીં.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024: આતંકવાદી હુમલાની સંભાવના સહિત અનેક વાતો પર રોહિત શર્માનું મોટું નિવેદન