IND vs ZIM: વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમ ઈન્ડિયામાં તક મળી

|

Aug 16, 2022 | 3:52 PM

વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. 27 વર્ષીય શાહબાઝ સ્થાનિક ક્રિકેટમાં બંગાળ માટે ક્રિકેટ રમે છે અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરે છે.

IND vs ZIM: વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમ ઈન્ડિયામાં તક મળી
વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમ ઈન્ડિયામાં ત્તક મળી
Image Credit source: Twitter

Follow us on

IND vs ZIM: ઝિમ્બાબ્વે પ્રવાસ ( Zimbabwe series) માટે ભારતીય ટીમ (Indian team)માં વોશિંગ્ટન સુંદરની જગ્યા પર શાહબાઝ અહમદને સામેલ કરવામાં આવ્યો છે. શાહબાઝે (Shahbaz Ahmed ) અત્યારસુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત માટે અનેક મેચ રમી છે. 27 વર્ષનો શાહબાઝ ધરેલું ક્રિકેટમાં બંગાળ માટે ક્રિકેટ રમે છે અને આઈપીએલમાં રૉયલ ચૈલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરે છે. તમને જણાવી દઈએ કે,વોશિંગ્ટન સુંદરના ખંભા પર ઈજા થતા ઝિમ્બાબ્વે પ્રવાસથી બહાર થયો હતો.તેમને આ ઈજા ઈંગ્લેન્ડના કાઉન્ટી મેચમાં ફીલ્ડિંગ દરમિયાન થઈ હતી.

વોશિંગ્ટન સુંદરના સ્થાને શાહબાઝ અહમદના સિલેક્શન પર ભારતીય ટીમની પસંદગી સમિતિએ મોહર લગાવી છે, સિલેક્ટર્સનો આ વીડિયો થોડો હેરાન કરનારો છે કારણ કે શાહબાઝના નામ પર પહેલા કોઈ ચર્ચા પણ ન હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

 

શાહબાઝ ડાબા હાથનો ખેલાડી છે

શાહબાઝ અહમદ ડાબા હાથનો બેટ્સમેન અને બોલર છે. તે બોલને ટર્ન કરાવે છે. આઈપીએલમાં તે રૉયલ ચૈલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે. તે એક ઓલરાઉન્ડર છે.ક્રિકેટની ઈન્ટરનેશનલ પિચ પર તે હજુ પોતાના ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે. ધરેલું ક્રિકેટમાં પણ તેણે અત્યારસુધી 26 લિસ્ટમાં એ મેચ રમી છે. જેમાં 24 વિકેટ લેવા સિવાય 662 રન બનાવ્યા છે. આ સિવાય શાહબાઝ 56 T20 અને 18 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. 56 T20માં તેણે 512 રન બનાવ્યા સિવાય 39 વિકેટ ઝડપી છે. જ્યારે 18 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 1041 રન અને 57 વિકેટ નોંધાવી છે.

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 3 મેચની વનડે સિરીઝ રમવાની છે. જેના માટે શાહબાઝ અહમદને રિપ્લેસમેન્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ વનડે મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટના રોજ રમાશે. ત્યારબાદ બીજી વનડે મેચ 20 ઓગ્સ્ટના રોજ રમાશે. જ્યારે ત્રીજી વનડે મેચ 22 ઓગસ્ટના રોજ રમાશે. આ ત્રણેય મેચ હરારેમાં રમાશે.

આ સિરીઝ સાથે 6 વર્ષની રાહનો પણ અંત આવી રહ્યો છે. ભારતે છેલ્લે 6 વર્ષ પહેલા 2016માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી ઘણું બધું બદલાઈ ગયું છે અને આવી પરિસ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે કયા ખેલાડીઓ આ બંને સિરીઝનો ભાગ છે.

Next Article