Bhuvneshwar Kumar પર ચિંતાનો પડછાયો, પોતે અને પત્નિ નૂપુરને કોરોના લક્ષણો, બંને હોમક્વોરન્ટાઇન થયા

|

Jun 01, 2021 | 3:48 PM

ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ને ચિંતાઓ જાણે કે પિછો છોડતી નથી. ભૂવનેશ્વર અને તેની પત્નિ નૂપુર નાગર (Nupur Nagar) ને કોરોનાના લક્ષણ જણાયા છે. બંને પોતાના ઘરે જ મેરઠમાં ક્વોરન્ટાઇન હેઠળ હોવાની જાણકારી આવી છે.

Bhuvneshwar Kumar પર ચિંતાનો પડછાયો, પોતે અને પત્નિ નૂપુરને કોરોના લક્ષણો, બંને હોમક્વોરન્ટાઇન થયા
Bhuvneshwar Kumar-Nupur Nagar

Follow us on

ઝડપી બોલર ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ને ચિંતાઓ જાણે કે પિછો છોડતી નથી. ભૂવનેશ્વર અને તેની પત્નિ નૂપુર નાગર (Nupur Nagar) ને કોરોનાના લક્ષણ જણાયા છે. બંને પોતાના ઘરે જ મેરઠમાં ક્વોરન્ટાઇન હેઠળ હોવાની જાણકારી આવી છે. ભૂવનેશ્વરે પહેલા તેના પિતાને થોડાક દિવસો પહેલા જ ગુમાવ્યા હતા. બાદમાં માતા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેઓ મેરઠમાં હોસ્પીટલાઇઝ છે. આ દરમ્યાન તેમની દેખભાળ કરતા ભૂવી અને તેના પત્નિ પણ કોરોનાના લક્ષણ ધરાવતા હોવાનુ જણાયુ છે.

જોકે બંનેના રિપોર્ટસ અંગેની જાણકારી સામે આવી નથી, જેથી સ્પષ્ટતા થઇ શકી નથી કે, તેઓ પોઝિટિવ છે કે કેમ. આ તાજેતરમાં જ તેમની માતાને શ્વાસની ફરિયાદ થઇ હતી. તેઓને બુંદેલશહેરથી મેરઠ લાવીને હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને બાયપેપ હેઠળ રાખવામાં આવ્યા હતા. ભૂવનેશ્વર પણ તેમની માતા સાથે હોસ્પીટલમાં સારસંભાળ માટે રોકાયો હતો.

આ પહેલા તેમના પિતા થોડાક દિવસો પહેલા લીવરની બિમારીને લઇને અવસાન પામ્યા હતા. તેમના પિતાની પણ લાંબી સારવાર ચાલી હતી. ભૂવનેશ્વર છેલ્લા કેટલાક સમયથી ઘરે જ છે. તે ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે પસંદ થયો નથી, પરંતુ તે શ્રીલંકા પ્રવાસ (Shri Lanka Tour) માટે પ્રબળ દાવેદાર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હવે તેનામાં કોરોના લક્ષણ જણાતા ટીમ ઇન્ડીયાને માટે સમસ્યા સર્જાઇ શકે છે. ભૂવી સિનીયર ઝડપી બોલર હોવા ઉપરાંત તે કેપ્ટનશીપની દાવેદારી પણ ધરાવતો હતો. તેણે ઇંગ્લેંડ સામે T20 શ્રેણી દરમ્યાન કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.

ભૂવનેશ્વરનુ કરિયર

અત્યાર સુધીમાં ભૂવી 21 ટેસ્ટ અને 117 વન ડે મેચ રમી ચુક્યો છે. ઉપરાંત તેમે 48 T20 મેચ રમી છે. તેણે ડિસેમ્બર 2012 માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેના નામે 246 આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાયેલી છે. જોકે તે કેટલાક સમયથી ઇજાઓને લઇને પરેશાન છે. તેને લઇને તેના કરિયર પર તેની અસર પહોંચી છે.

IPL 2020 ની સિઝન દરમ્યાન પણ તે ઇજાગ્રસ્ત થયો હતો. તે વખતે પણ તે ત્રણ થી ચાર માસ સુધી ક્રિકેટથી દુર રહ્યો હતો. ત્યાર બાદ ગત માર્ચ માસમાં ઇંગ્લેંડ સામે ટીમ ઇન્ડીયા (Team India) માં સ્થાન મેળવ્યુ હતુ.

Next Article