Ranji Trophy: મુંબઇના બેટ્સમેને સૌરાષ્ટ્ર સામે બેવડુ શતક ફટકાર્યુ, અજિંક્ય રહાણે સાથે મળીને 252 રનની ભાગીદારી નોંધાવી હતી

મુંબઈના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાને (Sarfaraz khan) સૌરાષ્ટ્ર સામે શાનદાર બેવડી સદી ફટકારી, IPL 2022 ઓક્શનમાં તેને બેઝ પ્રાઇઝ પર જ ખરીદવામાં આવ્યો હતો.

Ranji Trophy:  મુંબઇના બેટ્સમેને સૌરાષ્ટ્ર સામે બેવડુ શતક ફટકાર્યુ, અજિંક્ય રહાણે સાથે મળીને 252 રનની ભાગીદારી નોંધાવી હતી
Sarfaraz khan એ અંતિમ 9 ઇનીંગમાં બીજીવાર બેવડુ શતક ફટકાર્યુ છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:59 PM

રણજી ટ્રોફીમાં સરફરાઝ ખાન (Sarfaraz khan) ની બેવડી સદીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ જમણા હાથના મિડલ ઓર્ડર બેટ્સમેને સૌરાષ્ટ્ર (Saurashtra vs Mumbai) સામે બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે છેલ્લી 9 ઇનિંગ્સમાં બીજી બેવડી સદી ફટકારી છે અને તેણે એક ત્રેવડી સદી પણ ફટકારી છે. સરફરાઝનુ બેટ એવા સમયે ચમક્યુ જ્યારે મુંબઈ ની ટીમને તેની ખૂબ જ જરૂર હતી. મુંબઈએ માત્ર 44 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન પૃથ્વી શો માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને સરફરાઝ અહેમદે મુંબઈની કમાન સંભાળી હતી. રહાણે અને સરફરાઝ વચ્ચે 252 રનની જોરદાર ભાગીદારી નોંધાઈ હતી.

અમદાવાદમાં રમાઇ રહેલી બંને ટીમો વચ્ચેની મેચ દરમિયાન રહાણેએ 290 બોલમાં 129 રનની ઇનિંગ રમી હતી. રહાણેના બેટમાંથી 17 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. આ અનુભવી બેટ્સમેન સાથે સરફરાઝે પણ ભારે ધમાલ મચાવી હતી. સરફરાઝે ધીમી શરૂઆત કરી હતી પરંતુ તે પછી તે સૌરાષ્ટ્રના બોલરો પર તૂટી પડ્યો હતો. સરફરાઝે ગુરુવારે સદી એએ પહોંચ્યો હતો અને આગળ રમતા સરફરાઝે શુક્રવારે બેવડી સદી ફટકારી હતી. ગત રણજી સિઝનમાં સરફરાઝે 6 મેચમાં 928 રન બનાવ્યા હતા. સરફરાઝની બેટિંગ એવરેજ 154 થી વધુ હતી. સરફરાઝના બેટમાં 112 ચોગ્ગા અને 22 છગ્ગા હતા.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મોટી ઇનીંગની આદત

સરફરાઝ અહેમદને મોટી ઇનિંગ્સ રમવાની આદત પડી ગઈ છે. સરફરાઝે ગત રણજી સિઝનમાં 391 બોલમાં અણનમ 301 રન બનાવ્યા હતા. આ પછી તેના બેટે 213 બોલમાં અણનમ 226 રન બનાવ્યા હતા. સરફરાઝે પણ 177 રનની ઇનિંગ રમી હતી. જો કે, આટલી શાનદાર ઇનિંગ્સ છતાં સરફરાઝને IPL 2022ની હરાજીમાં મોટી કિંમત મળી ન હતી. જમણા હાથના બેટ્સમેનને દિલ્હી કેપિટલ્સે માત્ર 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

આઇપીએલ કરિયર

આઈપીએલમાં બેંગ્લોર અને પંજાબની ટીમ માટે સરફરાઝ ખાન રમ્યો છે. આ બેટ્સમેનને 40 મેચમાં તક મળી છે જેમાં તેણે 23.21ની એવરેજથી 441 રન બનાવ્યા છે. સરફરાઝનો સ્ટ્રાઈક રેટ પણ 138 થી વધુ છે. સરફરાઝે અડધી સદી ફટકારી છે. સરફરાઝે તેની પ્રથમ આઈપીએલ મેચ 2015માં રમી હતી. છેલ્લી 6 સિઝનમાં સરફરાઝને યોગ્ય તકો મળી ન હતી. જોકે હવે દિલ્હી કેપિટલ્સે આ બેટ્સમેન પર દાવ લગાવ્યો છે. સરફરાઝને તેના ફોર્મ પ્રમાણે તક મળે છે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સે ખરીદેલા આ યુવા ખેલાડીને બનવુ છે ‘રવિન્દ્ર જાડેજા’

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">