સંજુ સેમસન હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે અને પ્રથમ T20માં તેણે શાનદાર સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ પહેલા સંજુએ બાંગ્લાદેશ સામે પણ સદી ફટકારી હતી. સંજુ સેમસને સતત બે T20 મેચમાં સદી ફટકારીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી, પરંતુ હવે આ ખેલાડી તેના પિતાના એક નિવેદનના કારણે વિવાદમાં આવી ગયો છે. સંજુ સેમસનના પિતા વિશ્વનાથે નિવેદન આપ્યું છે કે ધોની, વિરાટ અને રોહિત શર્માએ તેમના પુત્રના 10 વર્ષ બગાડ્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ મોટો આરોપ લગાવ્યો હતો.
સંજુ સેમસનના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે કહ્યું હતું કે, ‘મારા પુત્રની કારકિર્દીના 10 વર્ષ બરબાદ કરનારા 3-4 લોકો છે. ધોની, વિરાટ, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે મારા પુત્રના 10 વર્ષ બરબાદ કર્યા. તેઓએ તેને દુઃખ પહોંચાડ્યું છે પરંતુ તે આ સંકટમાંથી બહાર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે સંજુ સેમસન ઘણીવાર ટીમ ઈન્ડિયાની બહાર રહે છે. 2014માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર સંજુ સેમસન અત્યાર સુધી વધારે ક્રિકેટ રમી શક્યો નથી. જો કે હવે તેણે પોતાની પ્રતિભાનો પરચો બતાવ્યો છે.
સંજુ સેમસનના પિતાએ પૂર્વ ક્રિકેટર કે. શ્રીકાંત પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘કે. શ્રીકાંતની ટિપ્પણીથી મને ઘણું દુઃખ થયું. તેમણે કહ્યું કે સંજુ સેમસને બાંગ્લાદેશ જેવી ટીમ સામે સદી ફટકારી હતી. પરંતુ સદી એ સદી છે. સંજુ ક્લાસિકલ પ્લેયર છે. તેની બેટિંગ સચિન અને રાહુલ દ્રવિડ જેટલી જ ક્લાસિક છે.’
U sure he didn’t mentioned anyones name? pic.twitter.com/k9VRIO3emd
— Arjun (@Arjun16149912) November 12, 2024
સંજુ સેમસન તેના પિતાના કારણે પહેલા પણ વિવાદોમાં રહ્યો છે. આ ખેલાડીના પિતાએ 2016માં કેરળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે મારપીટ પણ કરી હતી. સંજુ સેમસનના પિતાને આ ખેલાડી સાથે મેદાનમાં ન આવવાની ચેતવણી આપવામાં આવી હતી. હવે ફરી એકવાર સંજુ સેમસનના પિતા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે, તેની અસર તેમના પુત્ર પર પણ પડી શકે છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે રોહિતનો મોટો નિર્ણય, 7,286 કિમી દૂર કોહલીએ શરૂ કરી તૈયારી