AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs MI Result: બેંગ્લોરની સિઝનમાં ‘રોયલ’ શરુઆત, 8 વિકેટથી મુંબઈ સામે જીત, વિરાટ કોહલીના અણનમ 82 રન

RCB vs MI IPL 2023 Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને સારી શરુઆત ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ કરી હતી. બંનેની રમતે લક્ષ્યની નજીક પહોંચવા માટે મજબૂત પાયો રચ્યો હતો.

RCB vs MI Result: બેંગ્લોરની સિઝનમાં 'રોયલ' શરુઆત, 8 વિકેટથી મુંબઈ સામે જીત, વિરાટ કોહલીના અણનમ 82 રન
RCB vs MI IPL Match Result
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 11:09 PM
Share

IPL 2023 ના ડબલ હેડર દિવસની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોર સામે 172 રનનુ લક્ષ્ય 7 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ. મુંબઈની શરુઆત ખરાબ રહી હતી, જોકે બાદમાં તિલક વર્માએ જવાબદારી સંભાળી એકલા હાથે સ્કોરબોર્ડ પર પડકારજનક સ્કોર મુંબઈનો નોંધાવ્યો હતો. વિરાટ કોહલી અને પ્લેલિસની અડધી સદી વડે 8 વિકેટથી બેંગ્લોરે જીત મુંબઈ સામે 16.2 ઓવરમાં મેળવી હતી. આમ સિઝનમાં શાનદાર શરુઆત કરી છે.

પડકારજનક સ્કોરબોર્ડ સામે બેંગ્લોરે સારી શરુઆત કરી હતી. પાવર પ્લેમાં 53 રન નોંધાવી લક્ષ્યની નજીક પહોંચવા માટે મજબૂત પાયો બનાવ્યો હતો. બેંગ્લોરના કેપ્ટને ટોસ વખતે જ કહ્યુ હતુ, કે ઝાકળને લઈ લક્ષ્ય બચાવતા બોલિંગ કરવી મુશ્કેલ બનશે. એજ પ્રમાણે મુંબઈના બોલરોને રન પર નિયંત્રણ કરવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.

કોહલી-પ્લેસિસની અડધી સદી

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે ઓપનર તરીકે આવીને રમતની શરુઆત શાનદાર બનાવી હતી. બંને જણાએ શરુઆતથી જ સમયાંતરે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનુ જારી રાખ્યુ હતુ. બંનેએ સ્ટ્રાઈક એક બીજાને રોટેટ કરવા સાથે બંને વચ્ચે શાનદાર તાલમેલ જોવા મળતા હતા. એક પછી એક 6 બોલર રોહિત શર્માએ અજમાવ્યા હતા, છતાં તેઓ સફળતા મેળવી શક્યા નહોતા. વિરાટ કોહલીએ અણનમ 82 રન 49 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. આ દરમિયાન 5 છગ્ગા અને 6 ચોગ્ગા કોહલીએ નોંધાવ્યા હતા. જીત સુધી તે ક્રિઝ પર ઉભો રહ્યો હતો અને સિઝનની પ્રથમ મેચમાં જીત અપાવીને પરત ફર્યો હતો.

ફાફ ડુ પ્લેસિસે શાનદાર ઈનીંગ રમતા 73 રન નોંધાવ્યા હતા. તેણે 43 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 6 છગ્ગા વડે આ ઈનીંગ રમી હતી. કોહલી અને પ્લેસિસ વચ્ચે 148 રની પાર્ટનરશિપ થઈ હતી. મુંબઈ વિકેટની શોધમાં હતુ અને અરશદ ખાન આખરે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. તેણે 15મી ઓવરના પાંચમા બોલ પર બેગ્લોરના ઓપનર અને સુકાની ફાફ ડુ પ્લેસિસને પેવેલિયન પરત મોકલ્યો છે. ડેવિડે તેનો કેચ ઝડપ્યો હતો. દિનેશ કાર્તિક શૂન્ય રને પરત ફર્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">