Ross Taylor: રોસ ટેસરે કર્યો ખુલાસો, નિવૃત્તી લેવાનો નિર્ણય કેમ કર્યો બતાવ્યુ આ કારણ, જાણો

|

Dec 30, 2021 | 4:12 PM

રોસ ટેલર (Ross Taylor ) ન્યૂઝીલેન્ડ (New Zealand) માટે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે પોતાના દેશ માટે ટેસ્ટમાં 7585 રન અને વનડેમાં 8576 રન બનાવ્યા છે.

Ross Taylor: રોસ ટેસરે કર્યો ખુલાસો, નિવૃત્તી લેવાનો નિર્ણય કેમ કર્યો બતાવ્યુ આ કારણ, જાણો
Ross Taylor

Follow us on

ટેસ્ટ અને વનડેમાં ન્યુઝીલેન્ડ (New Zealand) માટે સૌથી વધુ રન બનાવનાર રોસ ટેલરે (Ross Taylor ) નિવૃત્તિની જાહેરાત કરી છે. તે એપ્રિલમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની વન-ડે શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. આ પહેલા ન્યૂઝીલેન્ડને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે અને આ શ્રેણી ટેલરની છેલ્લી ટેસ્ટ શ્રેણી હશે. ટેલરે કહ્યું છે કે કોવિડ-19 પ્રોટોકોલ અને ક્વોરેન્ટાઈન (Covid-19 protocol and quarantine), આ બે બાબતોએ તેને નિવૃત્તિનો નિર્ણય લેવામાં મદદ કરી.

મીડિયા અહેવાલમાં ટેલરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ બહુ મોટી વાત છે જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા મગજમાં ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયન શ્રેણી ખૂબ જ નજીક છે અને પછી ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે પાછા આવી રહ્યા છે. કદાચ એક ટીમ ઓસ્ટ્રેલિયા જશે અને ટેસ્ટ ટીમ ન્યુઝીલેન્ડ હશે. આનાથી મારા માટે નિર્ણય લેવાનું સરળ બન્યું. સાઉથ આફ્રિકા સામે રમવું સારું લાગતુ પરંતુ ઓસ્ટ્રેલિયા એ છે જ્યાં મને રમવાનું ગમે છે. તો પછી ODI ક્રિકેટ, જે મારું મનપસંદ ફોર્મેટ છે તે રમીને મારી કારકિર્દીનો અંત લાવવો તે સરસ રહેશે.

પોતાની શરતો પર સમાપન શાનદાર-ટેલર

ટેલરે કહ્યું કે તેની પોતાની શરતો પર તેની કારકિર્દીને અલવિદા કહેવું તેના માટે અદ્ભુત હતું. તેણે એમ પણ કહ્યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. તમારી પોતાની શરતો પર સમાપ્ત કરવું ખૂબ સરસ છે. મારા અને મારા પરિવાર માટે આ યોગ્ય સમય છે. આ ઉપરાંત મારામાં થોડું ક્રિકેટ બાકી છે. જો કે હું રમ્યો હોત અને પછી મારી નિવૃત્તિની જાહેરાત કરી હોત, પરંતુ આ તબક્કે તમે તે કરી શકતા નથી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આગળ કહ્યુ, હું ઘણા સમયથી આ વિશે વિચારતો હતો. આ કોઈ નિર્ણય નથી જે મેં થોડા અઠવાડિયામાં લીધો છે. તમારા વિચારોમાં સ્પષ્ટતા હોવી અને તમારી પોતાની શરતો પર પૂર્ણ કરવું એ મહાન છે. આ ફેરવેલ ટુર સારી રીતે ચાલી રહી નથી પણ હું જાણું છું કે તે કરવું પડશે. આનાથી મારા પરિવાર, મિત્રો અને ચાહકોને છેલ્લી વખત મને રમતા જોવાની તક મળશે.

પોતાના સફર પર આમ કહ્યુ

પોતાની કારકિર્દી અંગે ટેલરે કહ્યું કે, મારી પ્રથમ ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ મને લાગ્યું કે મારું કામ થઈ ગયું છે. હું હંમેશા વિચારતો હતો કે હું ODI ક્રિકેટ રમી શકું છું. મને ખબર નહોતી કે હું ટેસ્ટ ક્રિકેટ રમી શકીશ કે નહીં. પરંતુ મેં સખત મહેનત કરી અને મને લાગે છે કે આ મારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. મારી એવરેજ 30ની આસપાસ રહી શકી હોત પરંતુ મેં ટીમ માટે મારી રમત બદલી. મને નથી લાગતું કે ઘણા લોકો આ દિશામાં તેમની રમત બદલી શકે છે. હું ખુશ છું કે મેં નિર્ણય લીધો.

ટેલરે પોતાની કારકિર્દીમાં 110 ટેસ્ટ મેચ રમી અને 44.30ની એવરેજથી 7585 રન બનાવ્યા. ટેસ્ટમાં તેણે 19 સદી સાથે 35 અડધી સદી ફટકારી હતી. તેણે વનડેમાં પોતાના દેશ માટે 8576 રન બનાવ્યા. વનડેમાં તેની એવરેજ 48.18 હતી. વનડેમાં તેણે 21 સદી અને 51 અડધી સદી ફટકારી છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: કેશવ મહારાજ પર વિરાટ કોહલીનો ગુસ્સો ફાટ્યો! કેપ્ટને કહ્યુને બુમરાહે ‘ગીલ્લી’ ઉડાવી દીધી

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Published On - 4:11 pm, Thu, 30 December 21

Next Article