Rohit Sharma એ કર્યો ખુલાસો, ભારત ટી20 ક્રિકેટમાં કેમ જુદા-જુદા ઓપનરો અજમાવી રહ્યું છે

|

Aug 02, 2022 | 2:32 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. જ્યાં તેઓ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓપનરો સાથે પ્રયોગ કરી રહી છે.

Rohit Sharma એ કર્યો ખુલાસો, ભારત ટી20 ક્રિકેટમાં કેમ જુદા-જુદા ઓપનરો અજમાવી રહ્યું છે
Rohit Sharma T20 Cricket (PC: Twitter)

Follow us on

ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ છેલ્લા એક વર્ષમાં T20I ક્રિકેટ (T20 Cricket) માં ઘણા અલગ-અલગ ઓપનિંગ કોમ્બિનેશન અજમાવવા પાછળનું કારણ જાહેર કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. જ્યાં તેઓ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓપનરો સાથે પ્રયોગ કરી રહી છે.

ભારતના પ્રયોગે ઘણા ભૂતપૂર્વ દિગ્ગજોને નારાજ કર્યા હોવા છતાં ટીમ ખાસ કરીને કે એલ રાહુલ (KL Rahul) ની ગેરહાજરીમાં વિવિધ ઓપનિંગ સંયોજનો અજમાવી રહી છે. તમને જણાવી દઇએ કે લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે.

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા (Team India) એ તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર રિષભ પંત (Rishabh Pant) ને ઓપનર તરીકે મેદાન પર ઉતાર્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) સાથે ટીમની ઈનિંગની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે T20I મેચમાં ઓપનિંગ કરી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અમે અમારા ખેલાડીઓને બેટિંગ ક્રમને લઇને નિશ્ચીત બનાવવા માંગીએ છીએઃ રોહિત શર્મા

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારત 2જી T20I મેચ પહેલા કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે અમારો બેટ્સમેન કોઈપણ સ્થિતિમાં બેટિંગ કરવા સક્ષમ બને તેથી અમે વિવિધ ઓપનિંગ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. અમે નથી ઈચ્છતા કે અમારા બેટ્સમેન કોઈ ચોક્કસ બેટિંગ પોઝિશનથી ટેવાઈ જાય. તેથી તેમના માટે અલગ-અલગ ક્રમમાં બેટિંગ કરવી મહત્વપૂર્ણ છે અને અમે તેમને તક આપીએ છીએ.”

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા (Rohit Sharma) એ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20માં સૂર્યકુમાર યાદવ સાથે ઓપનિંગ કર્યું હતું અને બંને બેટ્સમેનોએ 44 રનની ભાગીદારી કરી હતી. જોકે સૂર્યકુમાર 16 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રોહિતે 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. ભારતે બીજી T20I માટે પણ એ જ ઓપનિંગ જોડીને મેદાન પર ઉતાર્યું હતું અને ટીમ ઇન્ડિયા નિરાશ થઇ હતી. કારણ કે રોહિત શર્મા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર માત્ર 11 રન બનાવી શક્યો હતો.

ટીમ ઈન્ડિયા આ મેચમાં આખી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આપેલા લક્ષ્યાંકને વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. પાંચ મેચોની T20I શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે અને શ્રેણીની ત્રીજી મેચ 2 ઓગસ્ટે રમાશે.

Next Article