રોહિતની માતાએ વર્લ્ડ ચેમ્પિયન પુત્રને મળવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છોડી, જુઓ વીડિયો

|

Jul 05, 2024 | 10:35 AM

રોહિત શર્મા છેલ્લા કેટલાક દિવસોથી દેશની બહાર હતો. ટી20 વર્લ્ડકપ 2024 ચેમ્પિયન બન્યા બાદ તે અંદાજે એક મહિનાથી વધુ સમય ન્યુયોર્ક અને વેસ્ટઈન્ડિઝમાં હતો. વર્લ્ડ ચેમ્પિયન બની 4 જુલાઈના રોજ તે ભારત પરત ફર્યો તો તેનું ચાહકોએ શાનદાર સ્વાગત કર્યું હતુ. મુંબઈના રસ્તાઓ પર ઉભા રહેવાની પણ જગ્યા ન હતી.

રોહિતની માતાએ વર્લ્ડ ચેમ્પિયન પુત્રને મળવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છોડી,  જુઓ વીડિયો

Follow us on

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 29 જુલાઈના રોજ બારબાડોસમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારેથી ટીમ દરેક દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ વતન પરત ફરે, 4 જુલાઈના રોજ ભારતીય ટીમ દિલ્હી પહોંચી હતી ત્યાં ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી પછી સીધી મુંબઈ માટે ટીમ રવાના થઈ હતી. રોહિત શર્મા ટીમ સાથે અંદાજે 1 મહિનાથી દુર હતા. આટલા દિવસ તેની પત્ની તો સાથે હતી પરંતુ માતા અને પિતાથી દુર હતો. 1 મહિના બાદ દિકરાને જોતા જ રોહિત શર્માની માતા ઈમોશનલ થઈ હતી. આ દરમિયાન તેના પિતા પણ હાજર હતા.

 

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

 

માતાએ ડૉક્ટરની અપોઈમેન્ટ પણ છોડી હતી

4 જુલાઈનો દિવસ દેશવાસીઓ માટે ખુબ ખાસ હતો. આ દિવસ રોહિત શર્માની માતા માટે પણ ખાસ હતો કારણ કે, એક મહિના બાદ દિકરાને મળ્યા હતા. તેનો દિકરો વર્લ્ડ ચેમ્પિયન બની પરત ફર્યો હતો અને આખો દેશ તેને સલામ કરી રહ્યો હતો. રોહિત શર્માની માતા પણ દિકરાને આ ખુશીના માહૌલમાં જોવા વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માની માતા પૂર્ણિમા શર્માએ કહ્યું કે, તેની તબિયત સારી નથી અને ડોક્ટરની સાથે અપોઈમેન્ટ હતી. પરંતુ તેના દિકરાનો આ ખાસ દિવસનું સેલિબ્રેશન મિસ કરવા માંગતી ન હતી.

 

 

રોહિતે ટીમ ઈન્ડિયાના ચાહકોના વખાણ કર્યા

આ દિવસ માટે તેનો પરિવાર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એટલા માટે આ ખુશીમાં સામેલ થવા માટે રોહિત શર્માની માતા હોસ્પિટલ છોડી સ્ટેડિયમ પહોંચી હતી.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીત પર કહ્યું કે કેવી રીતે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ છે. રોહિતે કહ્યું કે આ દેશમાં આ વર્લ્ડ કપ લાવવો ખૂબ જ ખાસ છે. રોહિતે ટીમ ઈન્ડિયાના ચાહકોના વખાણ કર્યા અને ખાસ કરીને મુંબઈના ફેન્સની પ્રશંસા કરી હતી.

Next Article