ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં શરૂ થઈ રહી છે. છેલ્લી મેચ જીતીને ટીમ ઈન્ડિયા 4-1થી શ્રેણી જીતવા ઈચ્છશે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચ જીતીને પ્રવાસનો અંત જીત સાથે કરવા ઈચ્છશે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે અલગ મેચ રમી હતી અને આ મેચમાં રોહિતે દ્રવિડને પછાડી દીધો હતો.
રોહિત અને રાહુલે પાંચમી મેચ પહેલા ધર્મશાળામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં બંનેએ સ્ટેજ પર જ મેચ રમવાની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ આ બંનેને સાથે રમતા જોઈ ખુશ થઈ ગયા હતા.
જ્યારે રોહિત અને દ્રવિડ સ્ટેજ પર હતા ત્યારે ઘણા લોકો હાજર હતા. થોડા સમય બાદ રોહિતના હાથમાં બેટ આવી ગયું. રોહિતે બેટ અને દ્રવિડે બોલ પકડ્યો. બંનેએ સ્ટેજ પર જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. દ્રવિડે ટેનિસ બોલથી બોલિંગ કરી અને રોહિતે બેટિંગ કરી. દ્રવિડે શોર્ટ બોલ નાખ્યો અને પછી રોહિતે ટર્ન કરીને તેને ફટકાર્યો. આ પછી દ્રવિડે આગલો બોલ ફેંક્યો જેના પર રોહિતે આગળની તરફ શોટ માર્યો.
The craze for Rohit Sharma pic.twitter.com/OOlapaOtvh
— Johns. (@CricCrazyJohns) March 5, 2024
રોહિત શર્મા પોતાની કપ્તાનીમાં બીજી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. જો ભારત આ મેચ જીતશે તો તે સિરીઝ 4-1થી જીતીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવશે. ભારત પ્રથમ મેચ હાર્યા બાદ આ શ્રેણી જીતશે. 112 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ટીમ પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ 4-1થી શ્રેણી જીતશે. આ પહેલા ઈંગ્લેન્ડે 1912માં આવું કર્યું હતું.
આ પણ વાંચો : WPLમાં મોટો છબરડો, ખેલાડીને આઉટ આપ્યા બાદ ટેક્નોલોજી પર ઉઠયા સવાલ