IND VS ENG: કોરોના સામે લડી રહેલા રોહિત શર્માનું દીકરી સમાયરાએ આપ્યું હેલ્થ અપડેટ, ક્યૂટ વીડિયો થયો વાયરલ

|

Jun 28, 2022 | 6:20 PM

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી વોર્મઅપ મેચ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. હાલમાં તે આઈસોલેશનમાં છે.

IND VS ENG: કોરોના સામે લડી રહેલા રોહિત શર્માનું દીકરી સમાયરાએ આપ્યું હેલ્થ અપડેટ, ક્યૂટ વીડિયો થયો વાયરલ
કોરોના સામે લડી રહેલા રોહિત શર્માની તબિયત હવે કેવી છે?
Image Credit source: celebs

Follow us on

IND VS ENG : રોહિત શર્મા (Rohit Sharma) કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ક્વોરન્ટાઈન છે, લેસ્ટરશાયર વિરુદ્ધ વોર્મઅપ મેચ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ ભારતીય ટીમ ટેન્શનમાં આવી ગઈ છે. ભારતને 1 જુલાઈથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5મી ટેસ્ટ રમવાની છે, જે ગત્ત વર્ષ સ્થગિત કરવામાં આવી હતી. ટીમને આશા છે કે, ટેસ્ટ મેચ (Test match) પહેલા રોહિત શર્મા ફિટ થઈ જાય, આ વચ્ચે ભારતીય કેપ્ટન (Indian Captain)ની પુત્રીએ પોતાના પિતાનું હેલ્થ અપટેડ આપ્યું છે, સમાયરાનો ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ઈંગ્લેન્ડમાં સમાયરાને પિતાના હેલ્થ વિશ પૂછવામાં આવ્યું હતુ, સમાયરાએ જવાબ આપ્યો કે પપ્પા રુમમાં સૂતા છે.

રોહિતની ઉપલબ્ધતા પર સવાલ

રોહિત ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વાર્મઅપ મેચનો ભાગ હતા, હાલમાં તે આઈસોલેશનમાં છે, ટેસ્ટ મેચ માટે રોહિતની ઉપલબ્ધતા પર સવાલ ઉઠ્યા છે, તેના સ્થાને જગ્યા લેવા માટે મયંક અગ્રવાલ ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. રોહિત કોરોનાની ઝપેટમાં આવ્યો છે, કે.એલ. રાહુલ પણ ઈજાગ્રસ્ત છે ત્યારે ટીમ સામે ઓપનરની સમસ્યા ઉભી થઈ શકે છે, જેના માટે મયંકને બોલાવવામાં આવ્યો છે.

મયંક અગ્રવાલને મળી શકે છે તક

રોહિતના હેલ્થ પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે, મેનેજમેન્ટ તેના સ્વસ્થ હોવાની રાહ જોઈ રહી છે, આ માટે કેપ્ટનને લઈ હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. રોહિત સમયસર ફિટ ન થયો તો મયંક અગ્રવાલને તક મળી શકે છે. મયંકે ભારત માટે ગત્ત ટેસ્ટ મેચમાં શ્રીલંકા વિરુદ્ધ આ વર્ષ માર્ચ મહિનામાં મેચ રમી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમમાં તે જગ્યા બનાવી શક્યો ન હતો પરંતુ હવે પરિસ્થિતિ એવી સામે આવી છે કે, તેને સ્થાન મળી શકે છે.

ટીમ ઈન્ડિયાએ પોતાની તાકાતની ઝલક દેખાડી

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચેની બે મેચની T20 સીરિઝ રવિવાર 26 જૂનથી શરૂ થઈ હતી. અપેક્ષા મુજબ પ્રથમ મેચમાં જ ભારતીય ટીમે યજમાન આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ ટૂંકી સીરિઝ 28 જૂન મંગળવારના રોજ બીજી T20 મેચ સાથે સમાપ્ત થશે અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાની હેઠળની ભારતીય ટીમ આયર્લેન્ડને ખતમ કરવાના ઈરાદા સાથે જશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની તાકાતની ઝલક દેખાડી હતી અને બીજી મેચમાં તે પૂરી તાકાત બતાવવાની આશા રાખશે.

Next Article