રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે તણાવની વાતમાં કેટલી સચ્ચાઈ? પૂર્વ કોચે કર્યો ખુલાસો, બતાવી હકીકત

|

Feb 04, 2023 | 2:53 PM

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને વચ્ચે મનભેદની ચર્ચાઓ એક સમયે ખૂબ ચર્ચાઈ રહી હતી. બંનેને લઈ મીડિયામાં ખૂબ સમાચારો ચમક્યા હતા, જોકે હવે પૂર્વ કોચે સ્થિતી સ્પષ્ટ કરી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે તણાવની વાતમાં કેટલી સચ્ચાઈ? પૂર્વ કોચે કર્યો ખુલાસો, બતાવી હકીકત
Rohit Sharma and Virat Kohli વચ્ચે સંબંધોમાં તણાવ હતા?

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બંનેના સંબંધોને લઈ અત્યાર સુધીમાં અનેક પ્રકારે ચર્ચાઓ થઈ છે. મીડિયા અને સ્પોર્ટસ શોમાં પણ ચર્ચા અને ટીપ્પણીઓ થઈ છે. વિરાટ અને રોહતિ વચ્ચે મનભેદ હોવાની ચર્ચાઓ થઈ ચૂકી છે. બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની પણ એક સમયે ચર્ચાઓ થઈ રહી હતી. વિરાટ કોહલી એ સમયે ભારતીય ટીમનો સુકાની હતો. તે દરમિયાન જ રોહિત અને કોહલીના બે જૂથ ટીમ ઈન્ડિયામાં મોજૂદ હોવાની વાતો પણ થઈ રહી હતી.

પૂર્વ ફિલ્ડીંગ કોચ આર શ્રીધરે પોતાની વાત રોહિત અને વિરાટના ચર્ચાઓની મામલાને લઈ મુકી છે. તેમણે આ મામલે પોતાની બુક ‘Coaching Beyond’ માં આ મુદ્દા પર પોતાની વાત રાખી છે. શ્રીધરે બતાવ્યુ છે કે, આ પ્રકારના સમાચારો હતા પરંતુ એમાં કોહલી કે રોહિતની કોઈ ભૂલ નહોતી. સોશિયલ મીડિયા અને અનેક પ્રકારના મીડિયા રિપોર્ટસમાં આ બંને વચ્ચેના મનભેદની વાતને લઈ બુકમાં વાત લખી છે.

ચર્ચાઓ સામે આવી તો બેઠક બોલાવી

જ્યારે આ પ્રકારની ચર્ચાઓ સામે આવી હતી તો, એ સમયે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. બંને સ્ટાર ખેલાડીઓને બોલાવીને આ બાબતે વાતચિત કરી હતી. “2019 વર્લ્ડ કપ પછી, ડ્રેસિંગ રૂમ વિશે પ્રેસમાં ઘણું કહેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે ટીમમાં રોહિત કેમ્પ અને વિરાટ કેમ્પ છે અને કોઈએ સોશિયલ મીડિયા પર બીજાને અનફોલો કરી દીધા છે. જો તમે આવી વસ્તુઓને તક આપો છો, તો આ વસ્તુઓ બગડી શકે છે. વર્લ્ડ કપ બાદ અમે ટી-20 સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યા હતા. રવિએ અહીં સૌથી પહેલું કામ એ કર્યું કે તેણે વિરાટ અને રોહિત બંનેને બોલાવ્યા”.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

તેણે લખ્યું, “રવિએ બંનેને કહ્યું કે ભારતીય ક્રિકેટને સારું રાખવા માટે બંને ખેલાડીઓ એકબીજાની સાથે રહે તે જરૂરી છે. સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તેને ચાલવા દો. પરંતુ તમે બંને આ ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી છો, તેથી આવી વસ્તુઓ બંધ કરવી જોઈએ. હું ઈચ્છું છું કે તમે આ બધું પાછળ છોડીને સાથે આગળ વધો”.

શાસ્ત્રીના પ્રયાસે સ્થિતી સુધારી

શ્રીધરે લખ્યું છે કે રવિ શાસ્ત્રીની આ મુલાકાત થતાં જ બંને ખેલાડીઓ વચ્ચે સ્થિતિ સુધરી ગઈ હતી. તેણે લખ્યું, “તમે જોઈ શકો છો કે તે પછી વસ્તુઓ સારી થઈ છે. રવિનું પગલું એકદમ નરમ અને સરળ હતું. આનાથી બંને ખેલાડીઓ એક સાથે આવ્યા. રવિ આવા કામો કરવામાં સમય બગાડતો નથી. કોહલી અને રોહિતે રવિના શબ્દોમાં યોગ્યતા જોઈ અને તરત જ બિઝનેસમાં ઉતરી ગયા.”

 

 

Published On - 1:22 pm, Sat, 4 February 23

Next Article