
BCCI એ રવિવારે (14 સપ્ટેમ્બર) ના રોજ ભારત-એ અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચેની અનઓફિશિયલ વનડે સિરીઝ માટે ભારત-એ ટીમની જાહેરાત કરી છે. આ ત્રણ મેચની સિરીઝ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચ 30 સપ્ટેમ્બરે, બીજી મેચ 3 ઓક્ટોબરે અને છેલ્લી મેચ 5 ઓક્ટોબરે રમાશે.
BCCI એ બે અલગ અલગ ખેલાડીઓને કેપ્ટનશીપ સોંપી છે. પહેલી વનડેમાં રજત પાટીદાર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે આગામી બે મેચમાં તિલક વર્મા કેપ્ટન રહેશે. તિલક એશિયા કપ 2025 માં વ્યસ્ત હોવાથી પહેલી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
Virat Kohli and Rohit Sharma have not been included in the India A squad for the upcoming ODI series against Australia A! pic.twitter.com/qgbxJG3lmc
— CRICKETNMORE (@cricketnmore) September 14, 2025
ઘણા નવા અને યુવા ચહેરાઓને ટીમમાં તક મળી છે, જેમણે ઘરેલુ ક્રિકેટ તેમજ IPL માં શ્રેષ્ઠ પ્રદર્શનથી પોતાની છાપ છોડી છે. દિલ્હીના પ્રિયાંશ આર્ય, પંજાબના પ્રભસિમરન સિંહ અને બંગાળના અભિષેક પોરેલ જેવા ખેલાડીઓ બધી મેચોનો ભાગ રહેશે.
આ સિવાય હર્ષિત રાણા, અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ બીજી અને ત્રીજી વનડેમાં ટીમમાં જોડાશે. ભવિષ્યની તૈયારી અને બેન્ચ સ્ટ્રેન્થની ચકાસણીના સંદર્ભમાં આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રજત પાટીદાર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, સિમરજીત સિંહ
તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક સિંહ, અરવિષેક પોરેલ, અરવિંદ સિંહ
Published On - 9:05 pm, Sun, 14 September 25