રિષભ પંતનો જીવ બચાવનારે પ્રેમિકા સાથે કરી આત્મહત્યા, યુવતીનું મોત, યુવક લડી રહ્યો છે મોત સામે જંગ

બે વર્ષ પહેલા કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ક્રિકેટર રિષભ પંતનો જીવ બચાવનાર યુવકે પ્રેમ સંબંધને કારણે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને ઝેર પી લીધું હતું. આ અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું, જ્યારે યુવક હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે.

રિષભ પંતનો જીવ બચાવનારે પ્રેમિકા સાથે કરી આત્મહત્યા, યુવતીનું મોત, યુવક લડી રહ્યો છે મોત સામે જંગ
Rishabh Pants life saver commits suicide
| Updated on: Feb 12, 2025 | 4:14 PM

ભારતીય ક્રિકેટર રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો. તે સમયે રજત નામના યુવકે રિષભ પંતનો જીવ બચાવ્યો હતો. પણ હવે એ જ રજતે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને ઝેર પી લીધું હતું. ઝેરના કારણે પ્રેમિકાનું મૃત્યુ થયું. જ્યારે રજત જીવનની લડાઈ લડી રહ્યો છે.

રજતે પ્રેમિકા સાથે કરી આત્મહત્યા

રજત મુઝફ્ફરનગરના શકરપુરમાં સ્થિત મઝરા બુચ્ચા બસ્તીનો રહેવાસી છે. છોકરીના પરિવારજનોનો આરોપ છે કે બે દિવસ પહેલા રજત તેમની દીકરીને લલચાવીને પોતાની સાથે લઈ ગયો હતો. પછી તેણે તેને ઝેરી પદાર્થ ખવડાવ્યો. છોકરીની માતાએ રજત અને અન્ય લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ હાલમાં રજતની હાલત ગંભીર છે. તે ભાનમાં આવ્યા પછી પોલીસ તેનું નિવેદન નોંધશે.

પાંચ વર્ષથી ચાલી રહ્યું હતું અફેર

મળતી માહિતી મુજબ, રિષભ પંતનો જીવ બચાવનાર રજત છેલ્લા પાંચ વર્ષથી 21 વર્ષની મનુ સાથે પ્રેમ સંબંધમાં હતો. પરિવારના સભ્યોને આ સંબંધ મંજૂર નહોતો. બંનેના પરિવારોએ લગ્નનો ઈનકાર કરી દીધો હતો. બંનેના પરિવારોએ સત્તાવાર રીતે તેમના લગ્ન બીજી જગ્યાએ ગોઠવ્યા હતા. આનાથી દુઃખી થઈને, પ્રેમી યુગલે 9 ફેબ્રુઆરીની સાંજે ખેતરમાં ઝેર પી લીધું.

સારવાર દરમિયાન યુવતીનું મોત

રજત અને તેની પ્રેમિકા ખેતરમાં બેભાન હાલતમાં પડ્યા હોવાની માહિતી મળતા જ તેમના પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમને ઉત્તરાખંડના ઝાબ્રેડાના નર્સિંગ હોમમાં દાખલ કર્યા. મંગળવારે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. રજત હજુ પણ સારવાર હેઠળ છે.

અકસ્માત બાદ રજત રિષભને હોસ્પિટલ લઈ ગયો

30 ડિસેમ્બર 2022ના રોજ જ્યારે પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે રજત ક્રિકેટર રિષભ પંત માટે દેવદૂત બનીને આવ્યો. રિષભ રૂરકી જઈ રહ્યો હતો. ત્યારે જ તે અકસ્માતનો શિકાર બન્યો. ત્યારબાદ રજત રિષભને હોસ્પિટલ લઈ ગયો. અકસ્માતમાં ઘાયલ થયેલ રિષભ પંત ઘણા મહિનાઓની સારવાર બાદ સ્વસ્થ થયો અને ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો.

પંતે સ્કૂટી ગિફ્ટમાં આપી હતી

રિષભ પંતે તેનો જીવ બચાવનાર રજત અને અન્ય એક છોકરાને સ્કૂટર ભેટ આપીને તેમનો આભાર માન્યો હતો. રિષભ પંત તરફથી ભેટમાં સ્કૂટી મળ્યા બાદ રજત ચર્ચામાં આવ્યો હતો. કોઈને ખ્યાલ નહોતો કે રજત આટલું ખતરનાક પગલું ભરશે. આજે રજત જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે.

આ પણ વાંચો: Champions Trophy 2025 : BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં 2 મોટા ફેરફાર કર્યા,જાણો કોણ OUT અને કોણ IN થયુ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:11 pm, Wed, 12 February 25