Rishabh Pant એ 4 ઓવરમાં કરેલી 3 ભૂલને કારણે દિલ્લી થયું પ્લેઓફની બહાર

|

May 22, 2022 | 7:38 AM

દિલ્હી કેપિટલ્સ (DC) ને તેની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની સામે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઋષભ પંતની આગેવાની હેઠળની ટીમ પ્લેઓફમાં પહોંચી ના શકી.

Rishabh Pant એ 4 ઓવરમાં કરેલી 3 ભૂલને કારણે દિલ્લી થયું પ્લેઓફની બહાર
Players of Delhi Capitals
Image Credit source: BCCI

Follow us on

કોઈપણ ખેલાડી પર હંમેશા IPLમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહે છે. જો તે ખેલાડી કેપ્ટન હોય તો તેણે માત્ર પોતાની જાતને સારી રીતે દેખાડવાની નથી, પરંતુ મેદાન ઉપર પણ તેણે ટીમના હિતમાં સારા નિર્ણયો લેવાના હોય છે, જેથી ટીમ જીતના માર્ગે આગળ વધી શકે અને પહોંચી શકે. દેખીતી રીતે આ એક મોટું દબાણ છે અને ટાઇટલ સુધી પહોંચવું એટલું સરળ નથી. તેના માટે પ્રથમ પ્લેઓફ માટેના વિક્ષેપ પાર પાડવો પડશે અને જો તમે લીગ તબક્કામાં ટોચના ચારમાં સ્થાન મેળવી શકો છો તો જ પ્લેઓફમાં પહોંચી શકાય છે. એટલે કે, કામ સરળ નથી અને આવી સ્થિતિમાં દબાણ હોય જ છે, જે ક્યારેક નિર્ણાયક સમયે ભૂલોનું કારણ બની જાય છે. આના ઘણા ઉદાહરણો વારંવાર જોવા મળે છે અને સૌથી તાજેતરનું ઉદાહરણ છે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) , જેણે સૌથી મોટી મેચમાં જ એક પછી એક ઘણી ચોંકાવનારી ભૂલો કરી.

શનિવારે 21 મેના રોજ દિલ્લીનો સામનો મુંબઈ સામે હતો. દિલ્લીને પ્લેઓફમાં પહોંચવા માટે 2 પોઈન્ટની જરૂર હતી અને તેના માટે મુંબઈને હરાવવું જરૂરી હતું. દિલ્લીના બેટ્સમેનો સારું પ્રદર્શન કરી શક્યા ન હતા, પરંતુ તેમ છતાં કેપ્ટન રિષભ પંત અને રોવમેન પોવેલ કોઈક રીતે ટીમને 159 રન સુધી લઈ ગયા હતા. દિલ્લીના બોલરોએ વળતો જવાબ આપીને મુંબઈને એક તબક્કે મુશ્કેલીમાં મૂકી દીધું હતું. પછી એક સમય એવો આવ્યો, જ્યારે એવું લાગતું હતું કે દિલ્લીની મેચ હાથમાં છે, ત્યારે જ કેપ્ટન ઋષભ પંતે તેને સરળતાથી જવા દીધી.

હાથમાં આવેલો મોકો ગુમાવ્યો

12મી ઓવરમાં દિલ્લીએ ઈશાન કિશનની વિકેટ ઝડપી હતી. આ સમયે મુંબઈનો સ્કોર માત્ર 76 રન હતો. તે કુલદીપ યાદવની ઓવર હતી, જે અગાઉ ની ઓવરમાં બહુ ખરાબ રીતે ઝુડાયો હતો. કુલદીપ યાદવને સફળતા મળતાં જ તેની ધાર પાછી આવી ગઈ હતી અને તેની અસર ઓવરના પાંચમા બોલ પર દેખાઈ હતી, જ્યારે ડીવાલ્ડ બ્રેવિસે સ્લોગ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ વિકેટની સામે હવામાં ઊંચો થઈ ગયો હતો. તે ખૂબ જ સરળ કેચ હતો. કુલદીપ પણ તેના માટે દોડી રહ્યો હતો, પરંતુ પંતે તેને રોક્યો અને તેને જાતે જ લેવાનું નક્કી કર્યું. પરંતુ વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પહેરેલા પંતે ખૂબ જ સરળ રીતે કેચની સાથે લગભગ મેચ પણ ગુમાવી દીધી. બધાને લાગ્યું કે પંત મેચ હારી ગયો. જોકે બ્રેવિસ લાંબો સમય ટકી શક્યો ન હતો, પરંતુ આઉટ થતા પહેલા તેણે વધુ એક સિક્સ ફટકારી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સૌથી મોટી ભૂલ, જેણે મેચ છીનવી લીધી

હવે સંયોગ એવો બન્યો કે જ્યારે બ્રેવિસ 15મી ઓવરમાં આઉટ થયો ત્યારે દિલ્લીને ફરી એકવાર મેચમાં પોતાનો દબદબો જાળવી રાખવાનો મોકો મળ્યો. બ્રેવિસને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યા બાદ ટિમ ડેવિડ ક્રિઝ પર આવ્યો હતો. તે ઓવરના પાંચમા બોલ પર પ્રથમ વખત સામનો કરી રહ્યો હતો, પરંતુ તે આ બોલનો બચાવ કરવાનો પ્રયાસ ચૂકી ગયો. બોલ વિકેટની પાછળ પંતના હાથમાં ગયો અને દિલ્લીની આખી ટીમ કેચ માટે અપીલ કરવા લાગી. પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. જો અપીલ મજબૂત હશે તો ડીઆરએસનો (DRS) સહારો લેવામાં આવશે તેવું લાગ્યું હતું. થોડીવાર ચર્ચા થઈ અને પછી પંતે રિવ્યુ ન લીધો.

અહીં લગભગ 30 સેકન્ડમાં રિપ્લે જોવા મળ્યો અને ખબર પડી કે પંતે કેટલી મોટી ભૂલ કરી છે. બોલ બેટને અડ્યો અને પંતના ગ્લોવ્સમાં આવ્યો. આ એ ક્ષણ હતી જ્યાંથી મેચનો વળાંક આવ્યો. આ સમયે મુંબઈનો સ્કોર 3 વિકેટે માત્ર 95 રન હતો, પરંતુ ડેવિડે આગલા 9 બોલમાં 34 રન બનાવ્યા અને પછી 18મી ઓવરમાં તે આઉટ થતાં સુધીમાં મુંબઈની ટીમને 145 રન સુધી લઈ ગયો. આ ભૂલ ચોંકાવનારી હતી કારણ કે મુંબઈના દાવમાં માત્ર 5 ઓવર બાકી હતી અને દિલ્લી પાસે બંને રિવ્યુ બાકી હતા.

 

Next Article