RCB vs MI, IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે કોહલીનો ‘વિરાટ’ વિજય, હર્ષલ પટેલની હેટ્રીક

|

Sep 26, 2021 | 11:31 PM

મુંબઇ ઇન્ડીયન્સને ટોસ જીતીને વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમને પહેલા બેટીંગ માટે ઉતારવાનો દાવ રોહિત શર્મા (Rohit Sharma) માટે ઉલ્ટો સાબિત થયો હતો. મુંબઇ સામે જીતીને કોહલીની ટીમ પ્લેઓફના માર્ગે આગળ વધી

RCB vs MI, IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે કોહલીનો વિરાટ વિજય, હર્ષલ પટેલની હેટ્રીક
Harshal Patel-Challengers Bangalore

Follow us on

ડબલ હેડર રવિવારની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઇ હતી. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા RCB ની ટીમને બેટીંગ માટે મેદાને ઉતારી હતી. વિરાટ કોહલી (Virat Kohli) અને મેક્સવેલ (Glenn Maxwell) ની ફીફટી વડે, 165 રનનો સ્કોર 6 વિકેટ ગુમાવીને કર્યો હતો. આરસીબીએ મુંબઇને 54 રને હરાવી IPL 2021 ની છઠ્ઠી જીત મેળવી હતી.

વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલની રમતે મુંબઇ સામે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. બંને એ ફીફટી લગાવી હતી. ગ્લેન મેક્સવેલે તોફાની રમત રમી હતી. જેને લઇને બેંગ્લોરની ટીમ યોગ્ય પડકાર ખડકી શકી હતી. જેની સામ રોહિત શર્મા અને ક્વિન્ટ ડી કોકે સારી શરુઆત અપાવી હતી. પરંતુ રોહિત શર્માના આઉટ થવા બાદ એક બાજ એક મીડલ ઓર્ડર બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરવા લાગ્યા હતા. જેને લઇ મુંબઇની મુશ્કેલીઓ વધી ગઇ હતી. મુંબઇની ટીમ 18.1 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ ઇનીંગ

ટીમે શરુઆત સારી કરી હતી પરંતુ મધ્યક્રમ સદંતર નિષ્ફળ રહેતા મુંબઇની સ્થિતી બેંગ્લોર સામે કફોડી બની ગઇ હતી. મીડલ ઓર્ડરે રન ચેઝ કરવાની યોજનાને સમાપ્ત કરી દીધી હતી. રોહિત શર્માએ 28 બોલમાં 43 રનની ઇનીંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 23 બોલમાં 24 રન કર્યા હતા. બંનેએ અર્ધશતકીય ઇનીંગ રમી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મીડલ ઓર્ડરના ઇશાન, સૂર્યકુમાર, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યા હતા. ઇશાન કિશને 9 રન, સૂર્યકુમાર યાદવે 8 રન અને કૃણાલ પંડ્યાએ 5 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા 3 રને પેવેલિયન પરત ફર્યો હતો. કિયરોન પોલાર્ડ પણ 7 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. રાહુલ ચાહર ગોલ્ડન ડક આઉટ થયો હતો. હાર્દિક, પોલાર્ડ અને ચાહર હર્ષલ પટેલની હેટ્રીક વિકેટનો શિકાર થયા હતા. જસપ્રિત બુમરાહ 5 રન બનાવીને આઉટ થયો હતો આમ મુંબઇની ટીમ 18.1 ઓવરમાં જ 111 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

હર્ષલ પટેલે ઝડપી હેટ્રીક. હર્ષલે જબરદસ્ત બોલીંગ કરતા તેની ત્રીજી અને ઇનીંગની 17મી ઓવરના પહેલા ત્રણેય બોલ પર ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પહેલા હાર્દિક બીજા બોલે પોલાર્ડ અને ત્રીજા બોલે ચાહરની વિકેટ ઝડપી હતી. હર્ષલે મેચમાં 4 વિકેટ 3.1 ઓવરમાં 17 રન આપીને ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 1 મેઇડન ઓવર કરીને 4 ઓવરમાં 11 રન આપી કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 3 વિકેટ મેળવી હતી. ગ્લેન મેક્સવેલે બેટ બાદ બોલ થી પણ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 ઓવરમાં 23 રન કરીને 2 વિકેટ ઝડપી હતી. સિરાજે 1 વિકેટ ઝડપી હતી.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ ઇનીંગ

વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની ઓપનીંગ જોડી માત્ર 7 જ રન સુધી ટકી શકી હતી. પડિક્કલ શૂન્ય રન પર જ આઉટ થયો હતો. ત્યાર બાદ શ્રીકાર ભરતે 24 બોલમાં 24 રન ફટકાર્યા હતા, તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવ્યા હતા. આરસીબીએ બીજી વિકેટ 75 ના સ્કોર પર ગુમાવી હતી. કોહલીએ ભરત અને મેક્સવેલ સાથે મળીને સ્કોર બોર્ડને આગળ ધપાવ્યુ હતુ. જોકે કોહલી એ 42 બોલમાં 51 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ.

ગ્લેન મેક્સવેલે આક્રમક રમત અપનાવી હતી. તેણે શાનાદર સ્વીચ શોટ અને સ્વીપ શોટ રમીને ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા. તેણે 37 બોલમાં 56 રન ફટકાર્યા હતા. મેક્સવેલે 3 છગ્ગા અને 6 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવિલીયર્સે 6 બોલમાં 11 રન કર્યા હતા. શાહબાઝ અહેમદ 1 રન કરીને બોલ્ડ થયો હતો. ડેનિયલ જેમિસન અને કિશ્વન એક એક રન કરીને અણનમ રહ્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સ બોલીંગ

જસપ્રિત બુમરાહ ઓપનીંગ જોડી તોડવામાં સફળ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. એડમ મિલ્ને એ 4 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ કોહલીની રુપમાં મેળવી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરના અંતે 17 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. પરંતુ તે વિકેટ મેળવી શક્યો નહોતો.

 

આ પણ વાંચોઃ IPL 2021: ઇયોન મોર્ગને કહ્યુ, અમે રવિન્દ્ર જાડેજા સામે હારી ગયા, તે એવુ રમે છે કે તેની સામે કંઇ કરવાનુ રહેતુ નથી !

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે રમતા વિરાટ કોહલીએ પોતાને નામ કરી લીધો આ રેકોર્ડ, કોહલી થી આ મામલે ભારતીય બેટ્સમેનો છે દૂર

 

Published On - 11:18 pm, Sun, 26 September 21

Next Article