IPL 2022 RCB vs KKR Head to Head: બેંગ્લોર અને કોલકાતામાં કોનું પલડું છે ભારે, જાણો આંકડાઓના શું કહે છે…!

|

Mar 29, 2022 | 6:20 PM

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હંમેશા રસપ્રદ સ્પર્ધા રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ મેચ પણ રોમાંચક રહેશે.

IPL 2022 RCB vs KKR Head to Head: બેંગ્લોર અને કોલકાતામાં કોનું પલડું છે ભારે, જાણો આંકડાઓના શું કહે છે...!
KKR vs RCB Match Preview

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એવી ટીમોમાંથી એક છે જેણે હજુ સુધી આઈપીએલનો એક પણ ખિતાબ જીત્યો નથી. આ સિઝનમાં તે નવા સુકાની સાથે IPL 2022 (IPL 2022) ના મેદાન પર ઉતરી રહ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) 2013 થી ગત સિઝન સુધી આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ તેણે ગત સિઝન બાદ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું હતું. ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં ટીમની કમાન સંભાળી રહ્યો છે. જોકે, તે પોતાની કેપ્ટનશીપમાં ટીમને પ્રથમ મેચ જીતી શક્યો ન હતો. ફાફ ડુ પ્લેસિસ પ્રથમ મેચમાં અડધી સદી ફટકારીને ટીમને મોટો સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પરંતુ પંજાબ કિંગ્સે આ મેચમાં બેંગ્લોરના હરાવવામાં સફળ રહી હતી. હવે બીજી મેચમાં બુધવારે બેંગ્લોર ટીમનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે થશે. કોલકાતા ટીમે આ સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું.

કોલકાતા ટીમે 2012 અને 2014 માં આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું અને છેલ્લી સિઝનમાં ફાઈનલ મેચ સુધી પહોંચ્યું હતું. આ વખતે આ ટીમ પણ નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં રમી રહી છે અને આ વખતે ત્રીજું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. પરંતુ આ માટે જરૂરી છે કે ટીમે પ્રથમ મેચમાં જે ફોર્મ બતાવ્યું હતું તેને ચાલુ રાખે અને સારું પ્રદર્શન કરે. બેંગ્લોર સામે પણ તેનો પ્રયાસ જીતનો સિલસિલો જારી રાખવાનો રહેશે.

હેડ ટુ હેડઃ

કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની અત્યાર સુધીની મેચોના આંકડાઓ પર નજર કરીએ તો કોલકાતા ટીમનો હાથ ઉપર રહ્યો છે. અત્યાર સુધીમાં આ બંને ટીમો વચ્ચે કુલ 29 મેચ રમાઇ છે. આ 29 મેચોમાંથી કોલકાતાએ 16 મેચ જીતી છે. તે જ સમયે, બેંગ્લોર ટીમ 13 મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ બંને ટીમો વચ્ચેની મેચનો રોમાંચ પણ અલગ જ હોય છે. કોલકાતાએ બેંગ્લોરને તેના સૌથી ઓછા IPL સ્કોર પર રોકી દીધી છે. 2017 માં રમાયેલી મેચમાં કોલકાતાએ બેંગ્લોરને માત્ર 49 રનમાં સમેટી દીધું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બંને ટીમનું છેલ્લી 5 મેચમાં કેવું રહ્યું છે પરિણામ

જો આ બંને ટીમોની છેલ્લી પાંચ મેચોના આંકડા જોવામાં આવે તો બેંગ્લોરનો હાથ ઉપર છે. છેલ્લી પાંચ મેચમાંથી બેંગ્લોરે 3 અને કોલકાતાએ 2 મેચ જીતી હતી. ગત સિઝનમાં બંને મેચમાં કોલકાતાનો વિજય થયો હતો. આ પહેલાની ત્રણ મેચમાં બેંગ્લોરની ટીમે જીત મેળવી હતી.

આ પણ વાંચો : IPL 2022: IPL છોડનારા ખેલાડીઓને સબક શીખવાડશે BCCI, ખેલાડીઓની મુશ્કેલી વધી શકે છે

આ પણ વાંચો : Womens IPL : Punjab Kingsની ટીમ મહિલા IPLમાં પણ જોવા મળી શકે છે, BCCI પુરૂષો બાદ મહિલા IPL યોજવાની તૈયારીમાં

Next Article